બગીચો- મારા પ્રેમ નું પ્રતીક

સ્તુતિ રોજ ઘર કામ પૂરું કરીને સવારે દસ વાગે બગીચા માં આવતી. એને છોડ, વેલા, ને વિવિધ શાકભાજી રોપવાનું બઉ ગમે. તે રોજ છોડવા ઓ સાથે વાતો કરતી. અને સવાર ની ચા હોઈ કે પેપર વાંચવું, અહીં બગીચા માં બેસી ને સમય પસાર કરવું પ્રિય હતું. બગીચો હમેશા ફૂલો થી ખીલેલો રહેતો. ગુલાબ,મોગરો,ગલગોટા ને ફૂલો ની વેલ પણ ખરી. ટામેટા,મરચા ને બીજા જાત ભાત ના બિયારણ લાવી એ વાવતી. એની જેમ એનો બગીચો ખીલતો રહેતો. આ બગીચો મને પણ હસતો રાખતો, અને મન ને પ્રફુલ્લિત રાખતો.

સ્તુતિ ને હું ચાર વર્ષ થી રોજ એક જ સમય પર બગીચામાં જોતો રહેતો. હું એને જોઉં છું એની એને ખબર નહતી. હું રોજ મારા ઘર માં રહી અને બગીચામાં નિહારતો. ઉંમર નો ઘણો તફાવત હતો અમારી વચ્ચે. હું private બેંક માં કામ કરતો હતો. સ્તુતિ મને પેહલે થી ગમતી. જયારથી એ લોકો અમારી સોસાયટી માં રહેવા આવ્યા ત્યાર થી મને એના પ્રત્યે થોડું આકર્ષણ હતું. સ્તુતિ ના વિશે, એના જીવન વિશે વધુ જાણ્યો ત્યાં સુધી હું આખેઆખોએના પ્રેમ માં પડી ચૂક્યો હતો. સ્તુતિ વિશે કહું તો એ, એના દીકરા સાથે રહે છે. એનો દીકરો એફ.વાય. બી.કોમ- કોલેજ નો અભ્યાસ કરે છે. આસ-પડોસ થી જાણવા મળ્યું કે સ્તુતિ ના નાની ઉંમરે માં લગ્ન થયા. એના પતિ કાર એક્સિડન્ટ માં મૃત્યુ થયું હતુ. સ્તુતિ એ જીવન ના ઘણા ઉતાર ચડાવ જોયા અને જીવ્યા છે. એ સ્વભાવ માં શાંત અને ઠરેલ વ્યક્તિત્વ ધરાવતી. કોઈ પણ દુર્ગુણ ન હતા. પોતાની જાત ને નિસહાય ન સમજતી. એકલા હાથ બધું જ સંભાળતી. છેલ્લા ચાર વર્ષ માં એક આંસુ જોયો ન હતો મૈં સ્તુતિ ના ચેહરા પર. સ્તુતિ એક પ્રભાવશાળી સ્ત્રી હતી.મારા વિશે કહું તો , હું એકલો જ હતો મારા પરિવાર માં. નાનો હતો ત્યાંરે મારા માં-બાપ ગુજરી ગયા અને એમનો પ્રેમ અને લાગણી મને બસ નાનપણ માં જ મળેલી, ત્યાર બાદ થી હું એકલો જ જીવું છું. લગ્ન કરવાની ઉમર હતી તયારે કરિયર પાછળ દોડ મૂકી. પૈસા કામવા માં ઉંમર વધતી ગયી , પણ પછી મૈ,પોતે લગ્ન જ ન કરવાનું વિચાર્યું. હું સાચે કહું તો આજે આટલા સમય પછી ખરેખર મને એકલતા અનુભવાય છે….અમુક દિવસ થી મન માં એક વાત ફર્યા કરે છે. મારે સ્તુતિ ને મારા દિલ ની વાત કેવી છે. આ ઉંમરે મારે એને આ વાત કઈ રીતે કરવી એની જરા પણ સમજણ નથી પડી રહી.એમ તો પાડોશી તરીકે અમારી વચ્ચે સારી મિત્રતા છે અને અમારી બંને વચ્ચે મેચ્યોરિટી પણ ઘણી ખરી સરખી જ. આજે હું 36 વર્ષ નો છું અને ઉંમર માં સ્તુતિ મારા થી 6 વર્ષ મોટી હતી…પણ મને એનો સહજ, સુશીલ સ્વાભવ મારા મન ને મોહી લીધો હતો. હું એના પ્રેમ માં તરબોળ થયો છું.હિંમત ભેગી કરી એક દિવસે હું ઓફિસે થી રજા લઇ સ્તુતિ ની ઘરે વાત કરવા ગયો. આ દિવસ જીવન નો પરીક્ષા નો દિવસ રહ્યો. જે આશા થી બહુ ગયો એ ફળી નહીં. નિરાશા લઇ હું પાછો અવવા ઈચ્છતો નહતો.અમે એ દિવસે શાંતિ થી, સરળતાથી અજબીજા ની દિલ ની વાત સાંભળી અને સમજી. એ દિવસે, પ્રેમ નો સ્વીકાર ના થયો પણ અસ્વીકાર પણ ના થયો.હું જીવન માં પ્રેમ શબ્દ ને ઊંડે થી પામયો હોય એવી અનુભૂતિ થયી… કોઈ તિરસ્કાર ની ભાવના ન આવી મારા મન માં કે સ્તુતિ ના. એની પસરિસ્થિતિ અને સમય ને માન આપી અમે એકબીજાને બધી જ વાતચીત કરવાનો મોકો આપ્યો અને અંતે અમે વાત ત્યાં જ પૂરી કરી.એકબીજા નું સ્વમાન જળવી હું ત્યાં થી પાછો આવ્યો. એ દિવસે એને જે કહ્યું એ સાંભળી હુ વધું સ્તુતિ ના પ્રેમ માં ડૂબી ગયો. મારી નજર માં સ્તુતિ નું સ્થાન ઉપર જ હતું ને હુમેંશા રહેશે…………..આ વાત ને સમય વીતતો ગયો… વખત થતા હવે સમય હાથ માંથી છૂટી ગયો. બીમારી ના કારણે સ્તુતિ નું નિધન થયું. હું અને સ્તુતિ છુટા પડ્યા, પણ મારો પ્રેમ, બગીચા ના ફૂલ ની જેમ આજે પણ સ્તુતિ માટે ખીલેલો છે.આજે હું એના બગીચા માં બેઠો છું. સ્તુતિ અજી પણ 42 ની જ છે મારી આંખો સામે. હું નિવૃત છું. સ્તુતિ નો દીકરો અને હું હવે સાથે રહીએ છે. ઘરમાં ‘મા અને બાપ’ બને ની ભૂમિકા નિભાવુ છું. હું જરા પણ ભાંગી નથી પડ્યો. સ્તુતિ નો પ્રેમ જ છે, જે મને આગળ જીવવા ની હિંમત આપે છે.સ્તુતિ એ, પેલા દિવસ મને પ્રેમ શુ છે એ સમજાવ્યું. કોઈ ના માટે આખી જિંદગી નો સાથ નિભાવો એજ પવિત્ર પ્રેમ શુ છે એ હું સમજ્યો હતો…* માત્ર લગ્ન એજ પ્રેમ નું અંતિમ પગથિયું નથી* , એ સ્તુતિ એ મને સમજાવ્યું.
પ્રેમ એકબીજા માટે નિભવેલો નિષવાર્થ સંબન્ધ છેં. એકબીજા માટે જીવવું અને સાથ નિભાવી જાણવો એ પણ પ્રેમ નો ભાગ છે.

એની મોજુદગી નો અહેસાસ આ બગીચા માં આવું એટલે અચૂક થાય છે. નિયમિત હું અહી છોડવાઓ ને પાણી છાટતો, ખાતર લઈ ને આવતો. હવે કલાકો સુધી અહીં જ બેસતો. મારા મન ને ઘણી શાંતિ મળતી.જયારે ફૂલો ની સામે જોઉં છું, ત્યારે સ્તુતિ નો તેજસ્વી ચેહરો સામે આવી જાય છે. રોજ મારી સવાર ની ચા હવે હું સ્તુતિ સાથે એના આ બગીચા માં જ પીવું છું.સાચું કહું તો સ્તુતિ નથી એવું મને લાગતું જ નથી. એ હમેશ માટે મારી પાસે છે . મારા હૃદય માં. આજે હું અને આ બગીચો સારા મિત્ર બની ગયા છે. હું એની સાથે મારા જીવન ના અંતિમ પળ ની મજા માણી રહ્યો છું, બસ આ બગીચો જ છે મારા પ્રેમ નું પ્રતીક છે. મારી જીવન જીવનની સુંદર મહેચ્છા.

-કાકી ના ઓટલે થી…

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

3 thoughts on “બગીચો- મારા પ્રેમ નું પ્રતીક

  1. Aap ni gujarati par ni pakkad khub saras chhe.. આટલો સમય આપ કઈ રીતે કાઢી શકો છો??

    Like

  2. સારી વાત લઇ શે આવો છો . હજુ થોડો વિસતાર અને રશ રંગ ઉમેરશો તો વાત નો નિખાર આવશે .

    Liked by 1 person

Leave a reply to Jabbardan B. Gadhavi (JB) Cancel reply

Design a site like this with WordPress.com
Get started