આદત છે મને.

નાની નાની વાત માં છૂટવાની આદત છેં મને,

મારા જ વાંક માં રિસાવાની આદત છે મને,

શબ્દો ની રક જક માં ભાગવાની આદત છે મને,

મારા જ ડંકો વગાડવાની આદત છે મને,

મારા મન ને ન મનાવાની આદત છે મને,

મારા મન નું જ ચલાવાની આદત છે મને,

જાણું છું ફકીર છું હું, ફકીરી ની આદત છે મને,

ઘાયલ છું છતાંય, અમીરીની આદત છેં મને,

અફસોસ નથી કદી ખુદ પર મને,

કારણકે ખુદ ને સાચવી લેવાની આદત છે મને.

રાત દી’સે કોસતો નથી જાત ને,

સ્વમાનભેર જીવવાની આદત છે મને.

-પ્રાચી ભટ્ટ

કેમ પરણાવી?

પરાણે પુજી મને, ચારેકોર વગોવી,

સિકકે રે તોલી મને, દયા ના દેખાણી,

કંશ દેખાણો આજ, રાવણ પૂજાણો,

કાયરતા દેખાણી રાજ, સ્નેહ ન દેખાણો,

રિવાજે ફસાણી, કદી તુલસીએ ન તોલાણી,

લોભણી કેવાણી, કદી સારથી ના સમજાણી,

ત્યજી ત્યજી રે માત, કેમ મુને પરણાવી,

જુમતી-જજુમતી, અવે હૈયે રોવાણી,

હારી થકાણી હવે, હોઠે બિડાણી,

ફરજો એ બંધાણી ઘડી, આંસુડે ધરાણી.

-પ્રાચી ભટ્ટ

Covid19 ની અસર

નરેન્દ્ર મોદી સાહેબે 21 દિવસ નું lockdown જાહેર કર્યું છે ગુજરાત માં એટલે અમારે વડોદરા શહેર માં પણ કરફૂયું જેવું જ વાતાવરણ છવાયેલું છે. Society, ગલી, નાકે બધુ જ બંધ. ઊંચી ઊંચી બીલ્ડીંગ, બધું ભેંકાર જાણે. રસ્તાઓ પર એક ચકલી કે લારી પણ ફરતી ન દેખાય. બધા પાંજરા માં પુરાઈ ગયા હોય એમ ઘર માં પુરાય ને બેઠા છે.

સરકાર ની તરફેણ કરવી જરૂરી અહીં,એમણે લોક સેવા ના કેન્દ્રો અમુક સમય માટે ચાલુ રહેશે અને રોજીંદી જરૂરિયાત ની વસ્તુ મડી રહશે એમ જાહેર કર્યું. આજે એક વીક થી બધા પોત પોતાના ઘર માં પુરાઈ ને બેઠા છે અને મી-ટાઈમ ને માંણી રહ્યા છે. ઘણા પોતાની ફેમિલી સાથે સમય વિતાવી રાહયા છે.

બપોરે કામ પતાવી ને રસોડા ની બારી માંથી બહાર નજર કરી, જોયું કે ગાય ઝાડ ના પાન ખાતી હતી. સોશ્યિલ ડિસ્ટન્સ ના કારણે બધા ના ઘર ના દરવાજા બંધ, એટલે કોઈ દેખાયું નહિ. હું બીજા માળે થી જોતી હતી. વિચાર આવ્યો કે હું રોટલી આપતી આવું પણ મને ઘર ની બહાર જવાની સખત ના હતી. એટલે હું અચકાયી.બે ઘડી થોડી માણસાઈ આવી પણ પછી થયું, ગાય હોઈ કે બીજા પશુ, ભગવાન તો બધા ને માટે કશીક ને કશી વ્યવસ્થા કરી જ આપતા હોય છે. ભલે ગાય પાન ખાતી. જે ઈશ્વર ની ઈચ્છા.

પછી, જમણી બાજુ નજર કરી તો જોઈ ને રાજી થયી. બે કૂતરા આરામ થી એમની મસ્તી માં ઉંઘતા હતા. દુનિયા જગત ની કઈ ફિકર કે કોઈ નો પણ ખલેલ વિના આરામ ની ઊંઘ લેતા હતા.

-પ્રાચી ભટ્ટ

સાથી

પણ,તું મને ભૂલી તો ન જઇશ ને?

પ્રેમ ની એ પહેલી મુલાકાત,

ઝાડ ની ડાળી તળે કરેલી એ વાત,

મન ને મળી હતી પ્રેમ ના પ્રસ્તાવ ની ભાત,

જે પ્રેમભરી વાતો માં વીતી હતી રાત,

બની જીવન ની મીઠી મધુર રાત,

નજાણે કેમ મન અચકાય છે આજ,

નજર અંદાજ કરી પૂછું છું તુજ ને આજ,

સાથી તું મને ભૂલી ન જઈશ રાજ.

-પ્રાચી ભટ્ટ