સાચી સમજણ

ક્યારેક આપણ ને લાગે છે મને કોઈ સમજી સકતું નથી,હું જે વિચારું છુ એ બીજા સમજી નઇ શકે એટલે આપણે દિલ ની વાત કોઈ ની આગળ કરતા નથી. મન માં એ બધા વિચારો દબાવી રાખીયે છે. કોઈ સામે પોતાનો પોઇન્ટ મુકતા ખચવાટ અનુભવ થાય છે. જે સ્વાસભાવિક છે, આપણે અમુક સમય-સંજોગો માં ચૂપ રહેવાનું અપનાવી લાઈયે છેં. સમય આમ વહેતો રહે છે અને અંત માં આ વાત ન કરવાનો સિલસિલો કાયમી બની જાય છે. આ પ્રક્રિયા જો ચાલ્યા કરશે તો અમુક સમય પછી તમે એકલા પડી જસો. સાચી સમજણ એમાં છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ ને વાત હોય ખુલ્લા દિલ થી તેને કહો. પોતાનો વ્યક્તિ જરૂર સમજશે. તમે મોકો આપો એક વખત પોતાની જાત ને, અને બસ મન હળવું કરો. જે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ મહત્વ નું છે. સમય પોતાની વાત રજુ કરવા લો અને સામેં વાળા વ્યક્તિ ને પણ સમય આપો. પરસ્પર સાચી સમજણ ઉભી કરો અને આગળ વધો. જીવન સુખમય લાગશે.



-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started