કયારેક એવું બને કે પોતાની જાત પાસે રાખેલી અપેક્ષાઓ પૂરી ન થતાં માણસ અંદર થી પોતાની માટે જ નિરાશ થઇ,હતાશામાં સપડાઈ ને એકદમ પાંગળુ બની જાય છે. વિચારો ના વાદળો માં ક્યાં વરસવું એને આ ખ્યાલ મગજ માં આવતો જ નથી. જાણે અજાણે દિમાગ એક મશીન ની જેમ બંધ થતું હોય એવી અનુભૂતિ થવા લાગે.
એવું લાગવા લાગે કે બધું હારી જવાયું છે. હવે કઈ બાકી નથી દુનિયા માં. કોઈ નથી જે સમજે અને સાથ આપે. મુખ્ય વાત સાંભળવા કોઈ નજીક નું કે પોતાનું નથી. રડુ આવે તો પણ ખૂણો ન જડે એવું પણ થાય. દરેક ની વાતો, જૂની યાદો,કિસ્સાઓ, ઘટનાઓ ને બીજું ઘણું એને જીવતે જીવ કોરી ખાય છે. આ બધું શુ ચાલી રહ્યું છે અને કેમ આ બધા માં માણસ ગૂંચવાઈ ને રહી જાય છે. રસ્તો આગળ છે જ નઈ ને અંત આવી ગયો છે બધી બાજુ થી એવો અહેસાસની માનસિકતા નો બીજ ઉગી નીકળે છે. પછી પોતે રૂંધાઇ રહયો હોય એમ ડુમો ભરી જીવે છે.
દિવસ – રાત બસ મન માં સવાલો ઘેરાઈ જાય ને અંદર-અંદર, સવાલ-જવાબ નું યુદ્ધ શરૂ થઇ જાય. કદાચ જે ઇચ્છાઓ રાખી હશે શુ વધું પડતી હદ બાર વિના ની હતી? શુ હું કદી કોઈ વસ્તુ ના કાબીલ નથી? મૈં કોઈ નું કશુ બગાડ્યું નથી તો આવું કેમ મારીસાથે થયું? ભગવાન કેમ મારૂં સારું નથી કરતો? …આવા અનેક સવાલો નજર સામે આવી ને ઉભા રે છે. અપેક્ષાઓ નો ભાર લઈ જીવન જીવવું સહેલું નથી. અમુક સમય અને પરિસ્થિતિ માં જે પછી ડગલે ને પગલે આ ભાર ઓછો કરવો જ પડે છે.
બધી વસ્તુઓ ની સામે બસ એક જ જવાબ છે, માણસે ઉદ્દભવેલી અપેક્ષાઓ. પોતે જ ઉભી કરી ને અંત માં પોતે જ દુઃખી થાય છે. એટલે સરળ રસ્તો એ છે કે સુખી રેહવું હોય તો પોતાની જાત માટે કે બીજા પાસે થી રાખેલી અપેક્ષાઓ ની દીવાલ ઉંચી કરતા જઉં નહીં. આગળ જતાં આ અપેક્ષાઓ સ્વાર્થવૃત્તિ વધારશે એટલે જેટલું બની શકે નાની અમથી વસ્તુ કે વાત માં expectation ઓછા કરવાનું શરૂ કરો. અપેક્ષાઓ દુઃખ સિવાય કંઈ નહીં આપે. એના કરતાં જીવન માં ધ્યેય રાખવો, શિસ્તતા રાખો અને એની સાથે નિસ્વાર્થ ભાવના રાખો તો માણસ હમેશા હકારાત્મક ઉર્જા થી પરિપૂર્ણ રહેશે, મતલબ કોઈ પણ ભાર વિના ખુશ અને સ્વસ્થ રહેશે.
આશા-અપેક્ષા વિના જીવન માં બીજું ઘણું છે જે સંસાર માં આગળ વધવા પ્રેરણા પુરી પાડે છે જેમકે, એક સ્ટ્રોંગ ડેડીકેશન, સારી મિત્રતા, સખત પરિશ્રમ, સતત કોશિશ કરી સપનાં પુરા કરવાની હિંમત, માં-બાપ નો પ્રેમ,વડિલો ના આશીર્વાદ, કુદરત, અને બીજું ઘણુ. આ બધા નું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય છે ને સાચું સુખ પણ. આ બધાં માં કોઈ જ સ્વાર્થ કે અપેક્ષા નથી. બસ છે તો નિઃસ્વાર્થ રૂપી પ્રેમ સમાયેલો છે.
અંત માં ખુશ રેહવું આપડા પોતાના ઉપર છે. અને એ કઇ રીતે એ પણ નક્કી આપણે પોતે જ કરવાનું છે.કોઈ extra baggage લઈ જીવવાનું નહિ. મન થી મક્કમ બનો અને ધ્યાન રાખો કે કદી હારવું કે ડરવું નહિ. Stay happy & positive in life.
-પ્રાચી ભટ્ટ
સુંદર રજૂઆત.
LikeLiked by 1 person
ખુબ આભાર આપનો 🙏😊
LikeLike
પ્રેરણાથી ઓતપ્રોત લેખ👌👌
LikeLike
ધન્યવાદ 🌷😊
LikeLiked by 1 person