લાગણીઓ

– મારા જીવન ની હકીકત કહો કે એવો એક સમય આવ્યો જયારે મૈં દુનિયા નો સૌથી સાચો પ્રેમ, સાથી, મિત્ર કહો કે સારો companion લખવાને ગણ્યો, અને માન્યો પણ. શોખ તો નાનપણ થી જ mummy પાસે થી મળ્યો. વર્ષ 2009 થી શરૂ કર્યું પછી અચાનક થોડા સમય બાદ લખવનું બંધ કર્યું.
કદાચ નાનકડા ખુણા માં પ્રેમ જ હશે એટલે એને મને ફરી આ લખવાનો શોખ જગાડ્યો. અને સાચે કહું તો મારા મન ને આ શબ્દો જ ખુબ મક્કમ બનવાનો પ્રયત્ન કર્યા કરે છે. નવી ઉર્જા આપે છે.
…..ખબર નહી પણ કંઈક છે જે લખવા માટે ફરી મને અહીં ખેંચી જ લાવે છે.

એવો એક સમય જયારે કાગળ ને કલમ મન ની ભાવનાઓ સમજવા લાગે અને તયારે મેં કંઈક લખ્યું, આશા છે ગમશે તમને,
વાંચી ને પછી કેહજો કેવું લાગ્યું.😊

______________________________

સાંજ ઢળે એમ સપનાઓ રોજ તૂટતાં,
સમાવ્યું સઘળું દુઃખ ડુસકા માં,


જીવન મળ્યું નહીં જેની હતી ઝંખના,
અજંપો આવી ચડ્યો ઉંમરા માં,

દર્દ માં આંસુ હવે રોજ ટપકતા,
કોને જણાવું કેટલું ભાર છે મન માં,

સખી-સાથી ને સબંધી થી પામી કપટતા,
હવે નથી મોહ આ સંસારરૂપી માયા માં,

ક્યાં સુધી સહન કરું દુઃખ ની દાસ્તાન,
કરું સંકલ્પ કે જીવવું સમય ની દરેક પળ માં,

આજે લાગણીઓ એ શીખવાડ્યું લખતા,

મે શબ્દો પોરવ્યા લીટી માં,


હળવો કર્યો મન નો ભાર કલમ – શાહી માં,
સઘળું વર્ણવ્યું જીવન કોરા કાગળ માં,

તુજ પ્રેમ,તુજ સાથ- સથવાર મારો આ ભવ માં,
ધન્ય થયી હરખાઉં હું નવા રૂપ માં.


-પ્રાચી ભટ્ટ

કાકી ના ઓટલે થી.


Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

5 thoughts on “લાગણીઓ

  1. કદી રાંક છે તો કદી રાય શબ્દો,
    કદી બાંધતા, ક્યાંક બંધાય શબ્દો.

    કદી આંસુઓનું લઈ રૂપ આવે
    કદી પુષ્પ પેઠે પરોવાય શબ્દો.

    કદી ઓઠ પર આવી પાછા વળે છે,
    ઘણીવાર બ્હૌ બોલકા થાય શબ્દો.

    હતો મૌનનો એક દરિયો છલોછલ,
    કિનારે રહીને તરી જાય શબ્દો.

    વીતેલો સમય એટલે શૂન્યઘરમાં
    શમી જાય, ક્યારેક પડઘાય શબ્દો…

    – ચિનુ મોદી

    Liked by 2 people

    1. વાહ! સરસ👌👌
      શબ્દો ની દુનિયા જ ગજબ છે, અહીં ઘા પણ શબ્દો ના અને મલમ પણ😊

      Like

Leave a comment

Design a site like this with WordPress.com
Get started