વીતી ગયો એ સમય જેમાં વેકેશન નો જણકાર રે,
ગિલી-ડંડા, સંતા કુકડી નો ગલિયો માં ખનકાર રે,
સાયકલ શીખવી, ઝાડે ચડવું-પડવું એનો મોઢે મલકાટ રે,
હવે ટેમ્પલ-રન ને મારિયો નો જ રઘવાટ રે,
ધૂળ માં રમવું, આખ મીચોલી એ ક્યાંય ન છલકાય રે,
બસ મોબાઈલ માં હવે પબ-જી, લુડો ની ભરમાળ રે,
સાંજ ટાણે નદી-પર્વત રમવાનો એ ઉન્માદ રે,
પણ હવે વિડીઓ ગેમ ને ટિક-ટોક નો કચવાટ રે,
બાળપણ ની માસૂમિયત નો ક્યાં એ ટમ-ટમાટ રે,
ભૂલ્યા એ ભૂલકાઓ ભોળપણ નો ભરમાળ રે.
-પ્રાચી ભટ્ટ