
જ્યાં મોંન માં પણ તમાંરી સાથે રોજ સવાંદ થાય,
ભરચક વસ્તી માં તમને જોઇ જરા થોભી જવાય,
મોળી ચા તુજ સ્પર્શ થી મીઠી-મધુર બની જાય,
ખુલા આભ માં તમારો ચેહરો ઇન્દ્રધનુષ રચી જાય,
આંખો ના પાલકારે દીવસ-રાત હસતા હસતા વીતી જાય,
વિચારો માં મગન દિલ ઉંચે આકાશ માં ઉડી જાય,
હોઠ પર નામ આવતા આંખોમાં પ્રેમ છલો-છલ છલકાઈ,
સામે આવતા તમે, મારી પાંપણ ઝૂકી જાય,
લખતા લખતા તમારા વિશે શબ્દો ખૂટી જાય,
પ્રેમ એટલો અનહદ કે ખોબો ના ભરાઈ,
હવે તારલિયા મહેફીલ કરે ને એમાં વાતો આપણી થાય,
ગગન ચૂંબી અનંત પ્રેમ થી હૈયું ઘેલું થાય,
પ્રીતમ ની પ્રીત મળી મારુ જીવન ધન્ય ધન્ય થાય.
-પ્રાચી ભટ્ટ
– કાકી ના ઓટલે થી.
