પ્રેમ -1

પ્રેમ ફક્ત શબ્દ નથી, આ લાગણીઓ છે. બે વ્યક્તિ વચ્ચે નો અંતર મન નો પ્રવેશદ્વાર છે. પ્રેમ બે વ્યક્તિ,બે આત્મા,બે શરીર, કે બે હૃદય ને સતત સાથે રાખતું અદ્રશ્ય, અદ્દભુત અને નુક્લિઅર શક્તિ કરતાં પણ વધુ શક્તિ ધરાવતું ધરતી પર નું ચુંબકીય તત્વ છે.

પ્રેમ વ્યક્તિ ને સતત સંપૂર્ણ પણા નો અહેસાસ અપાવે છે. પ્રેમ થકી, માનસિક અને શારીરિક સુજ-બુજ વધે છે એટલે પ્રેમ માણસ ને બાહ્ય અને આંતરિક ઉર્જા થી પૂર્ણ પુરસોત્તમ બનાવી શકે એટલી ક્ષમતા ધરાવે છે. કહેવાય છે પ્રેમ માં પડી ને મનુષ્ય પાગલ બની જાય છે પણ અહીં હકીકત એ છે, પ્રેમ માં પડી ને વ્યક્તિ પોતાનું તો વિચાર કરે જ છે પણ સાથે સાથે સામે પ્રેમી પાત્ર નું પણ વિચાર કરતો થઈ જાય છે. અને એકબીજા ના પરિવાર ની લાગણીઓ ને પણ માન-સમ્માન આપતો બની જાય છે.

સાચું જોવા જઈએ તો પ્રેમ સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓ શુ છે અને એને કઈ રીતે નિભાવી એની સમજણ ધીરે ધીરે જાણતાં-અજાણતા કરાવતો જાય છે.

પ્રેમ પુષ્પ રૂપે અંતરમન માં ખીલે છે.

દુનિયા માં પ્રેમ એ એક ધર્મ, એક જાતિ , અનેક જૂથ,એક આખો સંઘ , એક અલગ સંપ્રદાય, એક આખો અલગ દેશ ધરાવે છે. આપણી જ સાથે રહેતા, પણ એમના વિચાર, આચાર, વ્યવહાર અને બીજી નાની-મોટી વાતો ને સામન્ય વ્યક્તિ કરતા એમને જુદાં જ દર્શાવે. તમે આ પ્રેમ ને દુનિયા, વિશ્વ કે બ્રહ્માંડ માંથી નકારી કે ત્યજી શકો એ અશક્ય.

એક વ્યક્તિ બીજી વ્યક્તિ ના પ્રેમ માં પડે, ત્યાર પછી ભલે બંને ના હૃદય ના ધબકારા એમના પોતાના જ શરીર માં ધબકતા હોય પરંતુ, એ હૃદય પ્રત્યેક ક્ષણ એકબીજા ના વિચારો માં ડુબી ને એકબીજા ના માટે જાણે ધબકતું હોય એવો જ આભાસ કરાવતું રહે છે.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

4 thoughts on “પ્રેમ -1

Leave a comment

Design a site like this with WordPress.com
Get started