પ્રેમ એટલે?

પ્રેમ એટલે શું!?

હું વિવિધ મસાલાઓ વિના નું અને અનુપમ સ્વાદ વિનાની પીરસાયેલી એક વાનગી હતી,

જેનું કોઈ રંગ કે રૂપ સાથે નિસ્બત નહતું,

જેના પર કોઈ એ ધ્યાન પણ દોર્યું નહતું,

તમે આવ્યા એટલે મેનુ લિસ્ટ માં ટોપ માં સમાવિષ્ટ થવાની યોગતતા મળી, અને ઘણા ના ઉદર ને સંતોશવાની તાકાત આવી.

બીજી લિજ્જતદાર વાનગીઓ ની જેમ મને એક નામ મળ્યું. -“ખિચડી-શાક”,

હવે તો રૂપ, રંગ ને સ્વાદ પણ નિખરી આવ્યા,

હવે લાખો લોકો નું મારા થકી જીવન રહેલું છે,

અમીર-ગરીબ દરેક ની ફેવરેટ વાનગી માં હું પહેલી છું,

ગેટ ટુ ગેધર હોઈ કે બેસણું, મારી હાજરી હું પુરાવું છું,

જેમ ખીચડી ને શાક મળે તોજ જમણ પૂરું થયું કેવાય,

એમ જ હું અને તમે મળ્યા તો જિંદગી ની રસોઈ પુરી થયી કેવાય.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started