પ્રાથના શ્રી હરિ ને

વાંસળી ના સુરો લહેરાય, ગોપીઓ સંગ તું રમેં રાસ,
તારા પર ત્રિલોક મોહે, તું વૃંદાવન નો નંદલાલ,

શૂન્ય થી સર્જન કર્યું, ને બન્યો તું તો સર્જનહાર,
તારા વિશે લખું તોય ખૂટે કાના, તુ તો સૌનો તારણહાર,

વિશ્વજગત માં તુજ નિરાળો, લાગે કંઠે, રૂપે,રંગે વહાલો,
કાળો, ઘેલો,લાલ દુલરો, ગોકુળ નો તું બાલ ગોવાળ,

નિત નિત લેતા તારું નામ, તું વિશ્વ જગત નો પાલનહાર,
ઉચ્-નીચ ના તારે દ્વાર, તું તો સૌનો છે ભરથાર,

દાસ તારો આવ્યો નાથ, કર દયા તું મારે માંથ,
સાથ આપી તારો આજ, દૂર કર દુઃખો નો તાજ,

પાળ માનીશ તારો કાન, ભવ ભવ ગાઈશ તારું ગાન,
ચારેકોર કરુણા કરનાર,તું કળિયુગ નો કર સંહાર.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started