નફરત છે આ પ્રેમ શબ્દ થી મને,
કયારેક આ નફરત પાછળ પ્રેમ પણ હતો,
સ્વર્ગ – નર્ક ની રમત તો જિંદગી એ બઉ રમાળી,
પણ આ પ્રેમ ગેમએ જીવતે જીવ જિંદગી ઉજાળી,
કટુ વચન ના બોલ બઉ રે ઝીલ્યા,
કયારેક આ કવેણ પાછળ મીઠો પ્રેમ રે પાંગરેલો,
સમય એકમેક ની સાથે પ્રેમ થી વિતાવેલો,
હવે જિંદગી નો સમય કઈ રીતે વીતે એમાં હું મુજાયેલો,
સાથી-સારથી, પ્રીય બની લાગણીઓ માં ડૂબેલો,
હવે નફરત એ લાગણીઓ થી જેમાં હું ઘણું ફસાયેલો,
નફરત છે પ્રેમ શબ્દ થી મને,
જેના અહેસાસ થી આજ સુધી છું હું ઘેરાયેલો.
-પ્રાચી ભટ્ટ