વેદના

જડતું નથી કારણ શું હશે? મથી-મથી ને થાકી હું,

વણ જોઈતા વિચારો માં વાલમ,જાગી આખી રાત હું.

ચિત ચકોરે ચડ્યું સવારે, ઉડે એ આભલે,

રોકયું એ રોકાયું નહીં પ્રિયે,ચિતર્યું નામ પડવારે.

થઈ બદનામ આજે સજની, રહી ન કામ-કાજ ની,

સાંભળું છું દરેક ખૂણે, બની ઘેલી તારા નામ ની.

તારી વાતો,તારો ચેહરો, કરે છે કલશોર,

રાત પડી પણ, આંખ ના ઢળી, બસ રંગે રંગાઈ ચારેકોર.

દિવસો ગયા,રાત વિતી હવે, મહિનાઓ ગણું છું,

ઓસરી ના જાય સમય હવે, બસ આંગણે રાહ જોઉં છું.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

One thought on “વેદના

Leave a reply to Bansari bhatt Cancel reply

Design a site like this with WordPress.com
Get started