પહેલો પ્રેમ

પાર્ટ ૧

સાંજ ના છ વાગ્યા એટલે રોજ ની જેમસરોજ બા એમના ઓટલે ખુરશી માં બેઠા. એમને રોજ સાંજે કલાક ઓટલે બેસી ગપ્પા મારવાનું ગમે. અમને આખા ગામ ની બધી જ વસ્તુ જાણે છ વાગે જ સારું થતી હોય એમ ફૂલ એનર્જી માં હસતા મલકાતાં ઓટલે આવી ને બેસી જાય. ઘણી વાર મને લાગતું ઘર નું ઘડિયાળ પણ સરોજ બા ને જોઈ ને પોતાનો સમય સેટ કરતું હશે☺️ કારણકે સમય ની બાબતે એકદમ ચોક્કસ ખરા ને આ પાછા!!

સરોજ બા ની જોડે રસીલા બા આવી ને કોઈક વાર બેસતા. એવા બેવ વાતો માં વળગી ગપ્પા મારે કે સમય ક્યાં જતો રે ખબર જ ન પડે. હું મારી થોડીક બુક્સ ને પેપર વર્ક લઇ ને ઘર માં બેસું. નિરાતે હું બેસી બારી માંથી બહાર ની અવર જવર જોઉં. સરોજ બા એમની જોડે કઈક કામ લઇ બેસે. ગલી માં છોકરાઓ સાંજે રમત ગમત કરે. હવે તો મોટાભાગે છોકરાઓ મોબાઈલ લઇ ને ગેમ રમતા હોઈ કયાક તો ફ્લેટ માં નીચે ગ્રાઉન્ડ માં રમતા હોઈ. અમારે ત્યાં છોકરાઓ નાનકડી ગલી માં નદી-પર્વત, પકડા પકડી અને ફિઝ-ચોકલેટ રમે.

અચાનક હોર્ન ની પીપ-પીપ, પીપપીપ એમ જોર થી આવાઝ આવ્યો. “બોયસ, પ્લીઝ સાઈડ માં…સાઈડ માં રમો. ઓહ,હો. ..ઓહ”. એટલે મેં મારી નાનકડી બારી માંથી ડોક્યુ કેર્યું. કે કોણ છે જેને એટલો અવાજ કરી મુક્યો સેજ વાર માં. છોકરાઓ બધા અવાજ કરી ને બીજી બાજુ ની ગલી માં રમવા નીકળી ગયા. હું તો બારી માંથી બાર ડોક્યુ કરી જોયે રાખ્યું.

કોઈ સ્કૂટી પર એક છોકરી આવી. સરોજ બા ને ત્યાં સ્કુટી ઉભી રાખી ને જરા સાઈડ માં પાર્ક કર્યું. હું તો અજી પણ બારી માંથી ડોકયા જ કરતો હતો. આ બધી પ્રક્રિયા એક નજરે જોવા માં રસ પડ્યો કે કોણ છે આ બેન જેને હલ્લો માચાઈ દીધો મારી નાનકડી ગલી માં.

એ છોકરી એ મોઢા પર દુપપ્ટૉ બાંધ્યો હતો. અને એની ઉપર મેડમ એ હલ્મેટ પહેર્યું હતું. સ્કૂટી ની ડીકી ના એને હલ્મેટ કાઢી ને મૂક્યું. હું રાહ જોતો હતો કે કયારે એનો ચહેરો જોઉં ને ખબર પડે કોણ છે એ છોકરી. એટલે હું બારી ની બાર નજર તાકી ને બેસ્યો.સરોજ બા અને રસીલા બા ઓટલા પર બેઠા બેઠા લસણ ફોલતા હતા. એમને બઉ ખાસ ધ્યાન ના આપ્યું કે કોણ છે એ છોકરી. બંને એકબીજા સાથે પાછા વાતો ના વડા કરવા લાગ્યાં.

ધીમો ધીમો પવન લહેરાતો હતો. અંધારું થવામાં થોડી વાર હતી. ખબર નઇ પણ એક અજીબ અહેસાસ થતો હતો. છોકરી એ એનો દુપપ્ટટો ધીરે થી મોઢા પર થી ઉતાર્યો. એના લાંબા વાળ….બસ પવન લાગતા ની સાથે ચેહરા પર વિખરવા લાગ્યા. અને આ એને સરખા કરવા લાગી. એના હાથ થી એ ગાલ પર ના વાળ એણે એના કાન પાછળ લગાવ્યા. અને તયારે..બસ, તયારે એનો ચેહરો મૈ સ્પષ્ટ જોયો. હું તો એને બારી માંથી બસ જોતો જ રહ્યો, જોતો જ રહ્યો. એની આંખો માં તેજ હતું, જે સાંજ ના સમય માં અવજવાળું કરી દે, એનો ચેહરો ચંદ્ર ની જેમ ચમકતો હતો.

મારા માં વીજળી પસાર થઈ હોય એમ હું એને જોઈ જબકી ગયો.કેટલુ તેજ. એકદમ નાજુક અને કુમળી કાયા. ત્યાં બે ઘડી સમય રોકાય ગયો. ખબર જ ન પડી કે હું આંખો ના પલકારા વિના એને બારી માંથી બસ જોઈ જ રહ્યો છું. મારા ધબકારા વધી ને મોઢા માં આવી ગયા હોય એમ મને ધક ધક, ધક ધક નો અહેસાસ થતો હતો. રૂપ રૂપ નો અંબાર જાણે.કોઈ આકાશ માંથી દેવી આવી હોય એટલી રૂપાળી લાગતી હતી. ગુલાબી રંગ નો ડ્રેસ પેરહ્યોં હતો. બસ એક ધારી નજરે હું અને જોયી રહ્યો હતો. આ સમયે હું અને એ બસ બેવ જ હાજર હોઈએ એમ લાગ્યું.

છોકરી ની આખો જાણે કોઈ ને શોધતી હોઈ એમ આજુ બાજુ ઘર ને અને લોકો ને જોઈ રહી હતી.

અને એના નાના અવાજ માં સરોજ બા ને બૂમ પાડી ને પૂછ્યું કંઈક, બા ને ઈશારો કરી ને સમજાવતી હતી. અને વળતા બા એ છોકરી ને કંઈક જવાબ આપ્યો. બંને ના હાથ અને મોઢા ના એક્સપ્રેશન જોઈ મારા સમજ માં આવ્યું કે છોકરી કોઈ ઘર એડ્રેસ પૂછતી હતી. છોકરી હસી ને હાથ જોડી ને મોઢું હલાવી રહી હતી. ત્રણેય જન એકબીજા ને જોઈ હસ્યાં. પેલી છોકરી ને હું વધુ ધ્યાન થી જોવા લાગ્યો કે ત્યાં વાત સુ થતી હશે. મારા મન માં ઉત્સુકતા વધી ગયી કે કોણ હશે એ છોકરી? કેમ આવી હશે અહીં?

હુ તો જાણે વશ માં થઈ ગયો હતો એની, બસ સ્વર્ગ ની અનુભૂતિ થઈ આ ક્ષણ માં. મારા ચહેરા પર એક smile હતી. હું મન માં માલકતો હતો.પહેલી વાર એવું લાગ્યું જાણે દુનિયા આખી બદલાય રહી હોય.

ત્યાંજ અચાનક લાઈટ જતી રહી😣

બાકી ની વાર્તા બીજા પાર્ટ માં.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

4 thoughts on “પહેલો પ્રેમ

Leave a reply to saurabh20031993 Cancel reply

Design a site like this with WordPress.com
Get started