એક સાંજ આથમતા સુરજ સાથે.

Error
This video doesn’t exist

રોજ ના સમય 6 વાગે એટલે હું ઓફિસ નું કામ પતાવી ને ઘરે જવા નીકળું. રોજની જેમ સાંજ પાડવાનો સમય. બધા નોકરિયાત વર્ગ જેમનો 6 વાગે અટલે ઘર યાદ આવે એવો સમય. રસ્તાઓ બધા વાહનો થી ખચો ખચ ભરાઈ જાય. ટ્રાફિક સિગ્નલ જેવુ લીલી લાઈટ બતાવે કે આપણું એકટીવા તરત સ્ટાર્ટ. રોજ રસ્તા માં હું જોતી કે આ જ સમય એક ટ્રેન બ્રિજ નીચે થી પસાર થતી. ઘણા લોકો ટોળું વળી નીચે જોઈ રહેતા. એક કે બે તો કપલ્સ પણ હોઈ. ટ્યૂશન થી છૂટી ને ઘરે જતા છોકરા-ચોકરીઓ પણ ત્યાં ટોળા માં ઉભા જોવા મળે. હું રોજ ઓફિસ થી ઘરે જતા રસ્તા માં જોતી.

આજે અચાનક મને થયું ઘડીક થોભુ. સાંજ નો સમય,સુરજ આથમતો હતો. ઘણા બધા વિચાર વિના હું ત્યાં અટકી ગયી, બસ થોડું મોડું થાય એ વિચાર્યા વિના મે મારુ એકટીવા બાજુ માં પાર્ક કર્યું કે જેથી કોઈ ને નડતર રૂપ ના થાય. મે હલ્મેટ કાડ્યું ને એક હાથ માં પકડ્યું. ખભે પર્સ હતું જે સરખું કર્યું. બરાબર છ ને બાર વાગ્યા નો સમય હતો. આંખો ની સામે આજે બ્રિજ નીચે એ જ ટ્રેન હતી જેનો અવાજ હું કેટલાય વખત થી સાંભળતી હતી. હું બસ ત્યાં ઉભી ઉભી મારી આસપાસ ની વસ્તુ જોતી હતી. હું અને આથમતો સુરજ એકબીજા ને બસ જોઈ રહ્યા હતા. ટ્રેન આવી ને ત્યાં જોર થી સાયરન વાગ્યું. ત્યાં જ મેં મારા ખભે લટકેલ પર્સ માંથી મોબાઈલ કાળ્યો ને સરસ વિડિઓ લઈ લીધો. તયારે એક અનેરો આનંદ ચેહરા પર આવ્યું કે જાણે કોઈ બાળપણ નો કિસ્સો યાદ આવે અને જે સ્મિત આવી જાય ચેહરા પર,બસસ. ખૂબ સારું લાગ્યું. ખરેખર આ પાંચ થી દસ મિનિટ જીવન ની યાદગાર પળ બની ગયી મારા માટે જેને હું ભૂલી નઈ શકુ.

#એક સાંજ આથમતા સુરજ ને સાથે

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

2 thoughts on “એક સાંજ આથમતા સુરજ સાથે.

Leave a reply to Shree Cancel reply

Design a site like this with WordPress.com
Get started