બસ કૂલ રહેવું છે.

વાનગી ના નામ નથી આવડતા,ને પિઝા પાસ્તા બસ ખાધે રાખવા છે લોકો ને,

બસ કેવાય કે દુનિયા ની દેખા દેખી માં કૂલ રેહવું છે બધા ને.

કપડાં ને ફેશન ની ઘેલછા માં રંગવું છે પોતાને, ને સ્ટાઇલ માં રેહવું છે લોકો ને,

બસ કહેવું કે દુનિયા નીં દેખા દેખીમાં કૂલ રેહવું છે બધા ને.

મોટી મોટી કોલેજ માં ભણવું છે ને બાઇક સવારી કરવી છે છોકરાઓ ને,બસ જોશ માં ટસન માં ફરવું જ છે લોકો ને,

બસ કેવાય કે દુનિયા ની દેખા દેખી માં કૂલ રેહવું છે બધા ને.

રસ્તે ચાલતા ,ગલી નાકે,મ્હોંલે ધીંગા મસ્તી કરવી છે, બસ દાદાગીરી કરી ને યુવાની ખરાબ કરવી છેં લોકો ને,

બસ કેવાય કે દુનિયા ની દેખા દેખી માં કૂલ રેહવું છે બધા ને.

એવો સમય આવશે કે સાચે રસ્તે ચાલતા ચાલતા ખોટે રસ્તે ચડવું ને પછી પસ્તાવું લોકો ને,

બસ હવે પડતી મુકો આ દેખા દેખી,નઈ તો જીવ લેશે એક દિવસ બધા નો, પછી નઈ કહેવાઈ કે બસ કુલ રેહવું છે મારે.

સીધી સરળ દુનિયા માં મજા કરો, એકબીજા ને સપોર્ટ કરો,ને એને કેવાય કે દુનિયા ની દેખા દેખી માં બસ કુલ રેવું છે મારે.

-પ્રાચી ભટ્ટ

ખુશીઓ નો ખજાનો માણસ પોતેજ છેં.

નાની નાની ક્ષણો જ જીવન બદલી નાખતી હોય છે અને આપણે લાંબા ગાળાની યોજના કરતા રહીએ છીએ.

નાની નાની ભૂલો કરી આપણે સંબધો તોડી નાખીએ છે અને પછી એજ સંબધો માટે આપણે આખી જિંદગી તરસિયે છીએ.

નાની નાની વસ્તુ ને ઘર માં ફરનીચર નું રૂપ આપી ખુશ થઈએ છીએ પછી ઝાડ નો છાંયડો ના મળે તો કુદરત ને ખરી ખોટી કહી આપીએ છે.

બધી વ્યક્તિ માં ભૂલો શોધી ને,બધા થી દુર થતો માણસ અંતે એટલું સમજી જાય કે સાચી ખુશીઓ નો ખજાનો માણસ પોતે જ છે. બસ નાની નાની વાત માં ખુશ થતા શીખે એમાં જ ખુશીઓ નો ખજાનો છે.

-પ્રાચી ભટ્ટ

હું એક સ્ત્રી છું.

ઘર હોઈ કે ઓફિસે, એડજસ્ટ તો મારે જ ભાગ માં હોઈ છે, કારણકે હું એક સ્ત્રી છું.

નાના,મોટા,વડીલો,ભાઈ,બેહન ને બીજા કોઈ વર્ગ માં હું મોટા ભાગે સામીલ નથી, કારણકે તું તો એક સ્ત્રી છું.

તારે આમ ના બોલાય,તારે એમ ન બેસાય, અરે તારે એમ ક્યાંય ના જવાય,ને મોટા ભાગે તારે બસ રસોડા માં જ રેવાય, કારણકે તું બસ એક સ્ત્રી છું.

દીકરી છું એટલે નાનપણ થી જ રસોઈ કામ અને ઘર કામ કરવાનું,પછી ભલે ને કૉલેજ ના જાય તો ચાલશે,કારણકે એક સ્ત્રી છે તું.

વહુ છો તો વહુ ની મર્યાદા માં રહો, સામે ઉંચી નજરે જોવું નહીં અને સામે કદી કોઈ જવાબ આપવો નહીં, કારણકે તું તો એક સ્ત્રી છું.

બધું ચૂપ ચાપ સહન કરવું,રડી ને કદી કમજોર છું એમ બતાવી સહાનુભૂતિ ના લેવી તારે, કારણકે તું તો સ્ત્રી છું.

સ્ત્રીઓ જ દુશ્મન બની કહે કે આ બધા તો આજકાલ ની છોકરીઓ ના નાટક છે, ચેન્જ તો થવું જ પડે લગ્ન પછી તારે,સહનશક્તિ રાખ, કારણકે સ્ત્રી છુ તું.

સમાજ સામે બળવો ના પોકારી શકે તું, કરડી ખાશે લોકો તને,દબાવી રાખ તારા સપના, કારણકે તું તો એક સ્ત્રી છું.

હવે જન્મ ને મરણ વચ્ચે ખાલી શ્વાસ ચાલે છે, તારા મન માં કોઈ ઉમંગ કે ઉત્સાહ ના આવા જોઈએ,પાંખો ના ફૂટવી જોઈએ,કારણકે તું પાંજરા માં પુરાઈલી એક સ્ત્રી જ છું.

ખુલી ને હસી ના શકાય,ખુલી ને રડી ના શકાય એવા ડૂમાં નો ભાર ઝીલવો પડશે તારે,કારણકે એક સ્ત્રી છે તું.

ખરેખર દયા આવે છે આવા માનસિક રોગી સમાજ પર જે ખાલી સમજે છે કે બસ એક સ્ત્રી જ છું હું.

કહી દો આ સમાજ ને કે સમસ્ત વિશ્વ ની તાકાત છું હું.

ઘર,પરિવાર અને પૃથ્વી ને ચલાવતી મૂળભૂત શક્તિ છું હું.

શાંત અને વિકરાળ રૂપ, બંને માં હું પારંગત છું, કારણકે હું એક સ્ત્રી છું.

– પ્રાચી ભટ્ટ

કેટલો પ્રેમ છે તમને? બસ કહી દો આજે.

ક્યાં સુધી દિલ માં વસાવેલો ચેહરો તમે છુપાવસો,બસ કહી દો આજે દિલ ની વાત કે કેટલો પ્રેમ છે તમને.

દિવસ ને રાત આમ જ વીતી જશે ને તમે કેટ-કેટલુ દિલ ને સમજાવશો, બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને.

આવી છે શુભ ઘડી ને કેટલી વાટ હજી તમે જોવડાવસો, આંખો માં પ્રેમ છુપાયેલો છે એને અજી કેટલો છુપાવસો.

વરસાઓ લાગણીઓ ને તમે ખુલ્લા ગગનમાં, દિલ ને મનાવી લો આજે, ને બસ કહી દો કે કેટલો પ્રેમ છે તમને.

શિયાળા ની ઠડીમાં પોતાની લાગણીઓ ને તમે ના થથરાવો, બસ કહી દો આજે કે કેટલો બધો પ્રેમ છે તમને.

-કાકી ના ઓટલે થી

પ્રાચી ભટ્ટ

Spread happiness & stay positive

Not everyone will understand you.
Not everyone will appreciate your uniqueness.

Sometimes your genuine energy makes people fearful, because it challenges them to be real and honest with themselves.

Not everyone is ready for that kind of growth.
Don’t blame yourself for someone else’s difficulty to accept your greatness.

Some people rather fight, argue, and cause problems before they even look in the mirror and face themselves.

This is the place where you have to realize your worth and level of vibration is not meant to match everyone you meet.

Some people are teaching you lessons and lessons only.

Some people are just reminders to show you that you deserve better and are worth so much more.
Don’t take it personal.

Just let go with ease, and focus on your inner peace.

#stay positive in life and thank to god for giving us strength to see good in everything

From: positive vibes only

Pic courtacy :Prachi Bhatt

નિશ્વાર્થ પ્રેમ

ચંદુ સ્કૂલ થીં છૂટી ને ઘરે ગુસ્સા માં આવે છે.ધડામ કરી ને બારણું ખુલ્લું રાખી ને ચિડાયેલા અવાજ માં બૂમ પાડે છે.

ચંદુ:”મમી…મમ્મી….😣”

અવાજ સાંભળી ને ગીતા રસોડા માંથી કામ મૂકી ને બહાર દોડી આવે છે. રડતા ચંદુ ને માથે હાથ ફેરવા ગીતા એ પૂછ્યું, કેમ રડે છે બેટા.

ચંદુ:”મમ્મી,પપ્પા આપણી સાથે કેમ નથી રહેતા??? બધા ના પપ્પા સાંજે ઘરે આવે છે પણ મારા પપ્પા કેમ રોજ નથી આવતા ઘરે?”

આ સવાલ સાંભળી ગીતા નું હ્ર્દય દ્રવી ઉઠ્યું. અને અંદર ને ભાગી પડી કે દીકરા ને સુ જવાબ આપું. બે મિનિટ રૂમ માં શાંતિ રહી. ચંદુ અને ગીતા એકબીજા ને એકી નજરે જોઈ રહ્યા હતા. ગીત સ્તબધ હતી. એને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને સમજાવતી હોઈ એમ નોર્મલ થવાની કોશિશ કરી.

ગીતા:”ચંદુ,તને ખબર છે ને કે તારા પપ્પા તને બઉ પ્રેમ કરે છે. તું લાડકો દીકરો છે ને પપ્પા નો. પછી કેમ એવું રડે છે. ચાલ હાથ પગ મોઢું ધોઈ લે.નાસ્તો આપું તને”.

ચંદુ:”ના,નથી કરવો નાસ્તો. મને પપ્પા જોઈએ. એમને કેમ કોઈ દિવસ કોઈ કહેતું નથી કેહતું કે એ અહીં જ રહે. કેમ એમને આપણી યાદ નથી આવતી?”

ગીતા :”બેટા, પપ્પા વિશે આમ ના બોલાય.એ આપણો પરિવાર છે”

ચંદુ: “કેમ ના બોલાય મમ્મી? હું પણ નિરાશા થઇ જઉ છુ જયારે બીજા ફ્રેંડસ ના પપ્પા એમને ફરવા લઇ જાય છે, મને પણ યાદ આવે છે એમની જ્યારે બાજુ વાળા રાહુલ એના પપ્પા સાથે વિડિઓ ગેમ રમેં છે. મને ફર્ક પડે છે કે મારા રોજિંદા કામ માં મારા પપ્પા મારી પાસે નથી”😢

ગીતા જાણે પતિ અને દીકરા બંને વચ્ચે કોને સમજાવે એવી પરિસ્થિતિ માં ઉભી હતી.

ગીતા:”ચંદુ, તને કઈ વાતે તારા પપ્પા આ ઓછું આવા દીધું છે કે તને એમના પર એટલો ગુસ્સો આવે છે આજે અચાનક?”

ચંદુ:” મમ્મી, તું બેસ અહીં મારી પાસે.મારે વાત કરવી છે ”

ગીતા ચંદુ પાસે આવી ને બેસે છે. એના ચહેરા પર એક વિચિત્ર ભાવ છે આજે, ને દીકરા અને પતિ બંને વચ્ચે ની લાગણીઓ ઓછી ના થઇ જાય એની માટે ગીતા દીકરા ને પેહલા સાંભળવા માંગે છે.

ચંદુ:” મારા ક્લાસ માં રવિ અને સાગર બંને મિત્રો એમના પપ્પા સાથે ક્રિકેટ રમવા જાય છેં.હું કેટલાક દિવસ થી જોઉ છું એમને સાથે ગ્રાઉન્ડ પર રમતા. આ જોઈ ને મને પણ થયું કે મારા પાસે આજે પપ્પા ઘરે હોત તો હું પણ રમી શકુ એમની જોડે. પપ્પા આપણી સાથે હોત તો કેટલી મજા આવે. મમ્મી, હું અને તુ બંને પપ્પા અહીં હોઈ તો ખુશી-ખુશી બહાર ફરવા જઈએ. કેટલી મજા આવે”

ગીતા:” બસ, આટલી વાત. અને તું તો આખું ઘર માથે લીધું છે કે પપ્પા,પપ્પા.. પપ્પા. બેટા, તને ખબર છે ને કે પપ્પા સુરત માં નોકરી કરે છે. એમને રોજ રોજ અહીં આવવું ના પોસાય. અને પપ્પા અપણા માટે જ મહેનત કરે છે.તું સરસ ભણે,મોટો થઈ સરસ નોકરી કરે એટલે જ તો પપ્પા દિવસ ને રાત કામ કરે છે”

ચંદુ:”..પણ એ ખાલી રજાઓ માં જ આવે છે. ”

ગીતા ના મોઢા પર હાસ્ય છે. ગંભીર વાત ને એ થોડી રમૂજ માં લઇ ને ચંદુ ના ગાલ પર હાથ ફેરવતા કહયુ:” તારી વાત હું સમજી શકું છું બેટા. થોડા સમય માં એમની બદલી અહીં થઈ જશે. બસ ત્યાર પછી આપણે સાથે જ હોઈશું ને. તું મોટો થયો હવે મારા દીકરા. આપણે એક પરિવાર છે એટલે આપણે અમને થોડું સપોર્ટ કરીયે તો આ સમય પણ જતો રહેશે. પછી તું પણ જજે ને બેટ-બોલ લઈ ક્રિકેટ રમવા પપ્પા સાથે”

ચંદુ સહેજ મોડું ચડાવી ને :” તું એમને કેજે કે એમનો દીકરો બઉ ગુસ્સે છે એમના પર, કારણકે એ મારા માટે એક સરસ શર્ટ મોકલવના હતા ઓનલાઇન, જે આવ્યું નથી.બાકી તો હું એમને પણ બઉ પ્રેમ કરું છું”

ગીતા સમજી ગયી કે ચંદુ બાળક છે અને એની ઉંમર પણ નાની છે છતાં આ ઘણું બધું સમજે છે. આ વાત અહીં જ પૂર્ણ વિરામ મૂકી ચંદુ ને પ્રોત્સાહિત કરે છે.

ગીતા:”ચાલ,ઉભો થઇ જા. ને જલ્દી ફ્રેશ થઈ નાસ્તો કરી ને. હું રાહ જોઉં છું રસોડા માં તારી.”

ચંદુ:”મમ્મી, સોરી.હું બઉ પજવું છું ને તને અને પપ્પા ને?”

ગીતા:” લે,હોઈ કઈ સોરી.તું તો મારો વહાલો દીકરો છે. તું જ તો મારો લાલ,મારો દુલારો છે.”

દીકરા ને વહાલ કરી રહી હતી. માથે હાથ ફેરવી એને હસાવી ને ગીતા ચંદુ ને પોસોટીવ કરવાનો પ્રયાસ કર્યો જે એક નિષવાર્થ પ્રેમ હતો. પરિવાર નો એકબીજા માટે નો નિષવાર્થ પ્રેમ જે એકબીજા ને જોડી રાખે છે.

પરિવાર માં બધા અલગ સ્વભાવ ના વ્યક્તિ હોઈ પણ સ્વાર્થ વિના લાગણીઓ ના તાંતણે બંધાય એ જ નિષવાર્થ પ્રેમ.

સાગા-વહાલા અને મિત્ર વર્તુળ માં કોશીષ કરવી કે સ્વાર્થ વિના સંબન્ધ રાખવો. પ્રેમ હમેશ ને માટે નાદાન હોય તયારે વધુ આનંદ આપે છે. જેમ બાળક માટે માતા નો પ્રેમ સ્વાર્થ થકી નથી હોતો, અને પિતા પોતાના બાળકો ને સારું સુખ આપવા કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે એને પરિવાર નો નિષવાર્થ પ્રેમ કહેવાય.

આતો કળિયુગ છે. કહેવાય છે કે કળિયુગ માં કપટ વિના નો પ્રેમ મળવો એ દુર્લભ છે. એજ માણસ સુખી કહેવાય જેને સાચો પ્રેમ કરનાર પરિવાર જે વ્યક્તિ મળી જાય.

એટલે જ લાગણીઓ ને વહેવા દો. એકબીજા ના માટે નિસ્વાર્થ પ્રેમ ની ભાવના રાખો. સુખી થશો.

-કાકી ના ઓટલે થી

પ્રાચી ભટ્ટ

નવી બહેનપણી

મૃગા આજે અચાનક ઓફિસે ના કામ થી થોડી કંટાળી ને એક બ્રેક લેવા માંગતી હતી. રજા તો મળવાની નથી એની એને ખબર હતી કે માર્ચ મહિના માં રાજાઓ શેની?એમ જ રીપ્લાય આપશે એમના HR. Department એટલે એને બસ આજે નાનકડો બ્રેક લીધો.ઓફિસ બિલ્ડીંગ માં નીચે એક ચા નો ગલ્લો. ઘણી વાર મૃગા ત્યાં ચા પીવા જતી. એક હાથ માં ચા નો કપ ને બીજા હાથ માં મોબાઈલ લઇ ને ચા ના ગાલ્લે બેઠી હતી. અને કામ નું થોડું ટેન્શન હતું. ઉપર થી માર્ચ મહિના નો ટાર્ગેટ પૂરો કરવાનો. કામ ન પ્રેસર ના લીધે એને બે કપ આદુ વળી ચા ગટગટાવી દીધી એ અને ખ્યાલ જ ન આવ્યો. બસ આ બ્રેક નો સમય પૂરો કરી ને પાછી ઓફિસ બિલ્ડીંગ તરફ જવાનું વિચારતી જ હતી.

બસ મૃગા ઉભી થતી હતી ત્યાં જ એના ઉંમર ની એક લેડી આવીને એની સામે ઉભી રહી ગયી. અને મૃગા ને પૂછ્યું ,”એક્સક્યુસ મી. શુ હું એક મદદ લઇ શકુ તમારી?” એટલે મૃગા એ તરત જ જવાબ માં કહ્યું, “હા. બોલો ને સુ થયું”. એ લેડી એ કહ્યુંકે ” મને તમારો ફોન જોઈએ. ઘરે એક કોલ કરવો છે. જરૂરી છે.”

મૃગા: “લો મારો ફૉને. તમે આરામ થી બેસો ને વાત કરો. અને હસતા હાસતા કહ્યું, એમ કોઈ પાસવર્ડ નથી.તમે ડાયરેક્ટ ઓપન કરી શકશો.”

મૃગા એ, લેડી ને પોતાનો ફૉને એના હાથ માં આપી દીધો. ફોન લાગ્યો નહીં અટલે એ બેન થોડા ચિંતા માં આવી ગયા. મૃગા એ એમના હાવભાવ જોઈ ને કહ્યું, થોડીવાર રાહ જુઓ. અહીં નેટવર્ક ના પ્રૉબ્લેમ આવે છે.

પેલા બેન જરા હિંમત ભેગી કરી મૃગા ને કહ્યું: “બઉ જલ્દી ના હોય તો ચા પિસો મારી સાથે? એટલે થોડી વાર રાહ પણ જોઈ લઉ ને મારી વાત થઈ શકે ફૉને પર.”

મૃગા ને મન માં અજંપો હતો જ કારણકે ઓફિસે માં કામ નું શખત પ્રેસર હતું. એને મન માં ને મન થયું થોડી વાર વધુ બહાર બેસી સમય ને જાવા દઉ,તો જ થોડુ મગજ રિલેક્સ થશે. એટલે અને કહ્યું, હા!મને વાંધો નથી.

બંને ની માટે સરસ આદુ વળી 2 કપ ચા આવી. મૃગા આ બેસવા ની હા પાડી પણ અજી એને આ બેન નું નામ પણ નહતી ખબર. અને મૃગા આ બેન ને પોતાનો ફૉને પણ આપી દીધો વાત કરવા. સામે થઇ બેન બોલ્યા,” મારુ નામે પ્રિયા છે.હું નજીક ના મોલ માં ઘર ની થોડી વસ્તુ લેવા આવી હતી. મારી નાની દીકરી છે આઠ મહિના ની જે હું મારા પાડોશી ને આપી ને આવી છું. ચિંતા આ વાત ની હતી કે મારો ફૉને એમને ત્યાં હું ભૂલ માં મૂકી ને આવી .એટલે…” મૃગા સમજી ગયી કે એટલે જ પ્રિયા આ ફૉને માંગ્યો હતો.

પછી મૃગા આ પ્રિયા ને પોતાના વિશે કહ્યું અને બંને એકબીજા સાથે વાત આગળ વધારી.

પ્રિયા આ ફરી એકવાર ફોન લગાડી જોયો. સામે રિંગ વાગી.એની પડોસ માં રહેતા હીરામાસી એ જવાબ આપ્યો કે તું તારે શાંતિ થી કામ પૂરું કરી ને આવજે.તારી દીકરી સૂતી છે.ભૂખ લાગશે તો એને ખવડાવી લઈશ. પ્રિયા -“એ ભલે માસી”. એમ કહી ફોન મુક્યો.

એના ચહેરા પર એક નિરાંત ની લાગણી હતી.જેટલી ઉતાવળ અને ચિંતા માં પહેલા એ દેખાતી હતી હોવી તેનાથી વિપરીત એ શાંત થયી ગયી હતી.

પ્રિયા એ મૃગા ને એનો ફૉને પાછો અપ્યો. અને આભાર વ્યક્ત કર્યો. બંને ત્યાં છુટા પડવાના હતા. બંને ની ચા નો કપ વાત-વાત માં પૂરો થયો. પ્રિયા પાકીટ માંથી પૈસા કાઢતી હતી,ત્યાં જ મૃગા હક થી બોલી,” લો,એમ તો કઈ પૈસા તમારાથી અપાય? ”

પ્રિયા-“તમે મને જે મદદ કરી છે તેવી આજના સમય માં કોઈ ના કરે. બધા ની પાસે ફૉને છે પણ અજાણી વ્યકતી ને કોઈ આજ કાલ મદદ નથી કરતું. થોડી શનક્કા થાય ને ડર લોકો ને મજબૂર કરે છે મદદ ના કરવામાં.”

મૃગા: “સાચું કહું તો હું પણ ઓફિસે ના કામ માં વ્યસ્ત હતી,ટી-બ્રેક પૂરો કરી હું પાછી જવાની હતી પણ મારા મન માં આજે બસ સુ થયુ હું રોકાઈ ગયી. તારા સાથે 10 મિનિટ બેસી ને તારી ચિંતા દૂર થયી, આ જોઈ મારા મન ને શાંતિ મળી”

મૃગા ના આ વાક્યો સાંભળી જાણે પ્રિયા પણ ઈમોશનલ થયી. એક અજાણી જગ્યા એ, ચા ના ગલ્લા પર, ભર બપોર ના સમયે, બંને એકબીજા સાથે વાત કરતા હતા અને એ સમય બંને જાણે કોઈ બહેનપણીઓ મળી હોય એવી અનુભૂતિ થયી.

પ્રિયા: “આજે ચા ના પૈસા હું આપી દઉં છું. ફરી મળીયે તયારે તારા તરફ થી ચા.” આમ એકબીજા પર હક કરી બંને છુટા પડયા. એકબીજા ને સામે જોઈ હલકું સ્મિત આપી બંને છુટા પડ્યા.

થોડા દિવસો વીત્યા, એકબીજા ને ફરી મળવાનો વાયદો હતો એ પાક્કો સાબિત થયો. બસ પછી શું થાય, બંને વચ્ચે ની નવી દોસ્તી હવે ઘેહરી થવા લાગી.

નિસ્વાર્થ ભાવના સાથે આજે મૃગા ને પ્રિયા, બંને એકબીજા ની નવી બહેનપણીઓ બની ગયી.

-પ્રાચી ભટ્ટ

એક સાંજ આથમતા સુરજ સાથે.

Error
This video doesn’t exist

રોજ ના સમય 6 વાગે એટલે હું ઓફિસ નું કામ પતાવી ને ઘરે જવા નીકળું. રોજની જેમ સાંજ પાડવાનો સમય. બધા નોકરિયાત વર્ગ જેમનો 6 વાગે અટલે ઘર યાદ આવે એવો સમય. રસ્તાઓ બધા વાહનો થી ખચો ખચ ભરાઈ જાય. ટ્રાફિક સિગ્નલ જેવુ લીલી લાઈટ બતાવે કે આપણું એકટીવા તરત સ્ટાર્ટ. રોજ રસ્તા માં હું જોતી કે આ જ સમય એક ટ્રેન બ્રિજ નીચે થી પસાર થતી. ઘણા લોકો ટોળું વળી નીચે જોઈ રહેતા. એક કે બે તો કપલ્સ પણ હોઈ. ટ્યૂશન થી છૂટી ને ઘરે જતા છોકરા-ચોકરીઓ પણ ત્યાં ટોળા માં ઉભા જોવા મળે. હું રોજ ઓફિસ થી ઘરે જતા રસ્તા માં જોતી.

આજે અચાનક મને થયું ઘડીક થોભુ. સાંજ નો સમય,સુરજ આથમતો હતો. ઘણા બધા વિચાર વિના હું ત્યાં અટકી ગયી, બસ થોડું મોડું થાય એ વિચાર્યા વિના મે મારુ એકટીવા બાજુ માં પાર્ક કર્યું કે જેથી કોઈ ને નડતર રૂપ ના થાય. મે હલ્મેટ કાડ્યું ને એક હાથ માં પકડ્યું. ખભે પર્સ હતું જે સરખું કર્યું. બરાબર છ ને બાર વાગ્યા નો સમય હતો. આંખો ની સામે આજે બ્રિજ નીચે એ જ ટ્રેન હતી જેનો અવાજ હું કેટલાય વખત થી સાંભળતી હતી. હું બસ ત્યાં ઉભી ઉભી મારી આસપાસ ની વસ્તુ જોતી હતી. હું અને આથમતો સુરજ એકબીજા ને બસ જોઈ રહ્યા હતા. ટ્રેન આવી ને ત્યાં જોર થી સાયરન વાગ્યું. ત્યાં જ મેં મારા ખભે લટકેલ પર્સ માંથી મોબાઈલ કાળ્યો ને સરસ વિડિઓ લઈ લીધો. તયારે એક અનેરો આનંદ ચેહરા પર આવ્યું કે જાણે કોઈ બાળપણ નો કિસ્સો યાદ આવે અને જે સ્મિત આવી જાય ચેહરા પર,બસસ. ખૂબ સારું લાગ્યું. ખરેખર આ પાંચ થી દસ મિનિટ જીવન ની યાદગાર પળ બની ગયી મારા માટે જેને હું ભૂલી નઈ શકુ.

#એક સાંજ આથમતા સુરજ ને સાથે

-પ્રાચી ભટ્ટ

સુરજ ક્યાંક ખોવાયો છે.

બાળપણ માં મને યાદ છે સવારે 6 વાગે એટલે મમ્મી બૂમ પાડી ને ઉઠાડે કે ઉઠી જા,જો સુરજ માથે આવી ગયો. તયારે એવું થાય કે કેમ આ સુરજ રોજ ઉગે છે ને સવાર પડે છે? પેહલા તો શેરી અને ગલીઓ માં ઘર.બાજુ-બાજુ માં દીવાલો અડકે એમ બધા ના ઘર. પડીસીઓ ને બાજુ ના ઘર માંથી થોડી-ઘણી વાતચીત નો અવાજ આવે એવી રચના હતી. ને ખુલ્લા હવા ઉજાસ આવી શકે એવી મોટી બારી વાળા ઘર હતા એટલે તડકો સીધો ઘર માં આવતો અને એનો અહેસાસ પણ થતો. આ સમય એક અનેરી ઉર્જા રહેતી ઘર માં.

વાત મારે એ કરવી છે કે, હવે સમય એવો આવી ગયો કે ઉંચા ઉંચા બિલ્ડીંગ માં લોક વસવાટ કરે છે. સવાર તો હવે મોબાઈલ ના એલાર્મ ક્લોક થીજ થાય છે. દુધવાળો આવે ને પેપર વાળો આવે.બસ આ જ સવાર પડી છે એની અનુભૂતિ થાય.આજે સવારે કામ માં વ્યસ્ત હતી પણ સમય મળતા જ બાલકની માંથી બહાર જોયું. સાત ને વીસ થયી હતી. ઘણા બધા લાંબા સમય પછી સુરજ ને ઉગતા જોયો.

સાચી વાત એ છે કે સૂરજ રોજ ઉગે છે પણ એને જોવાનો સમય નાથી મારી પાસે. મને થયું આજ ની આ સુંદર પળ ને હાથ માંથી જવા નથી દેવી.તરત હાથ માં મોબાઈલ લીધો ને સુંદર ફોટો લાઇ લીધો.

-પ્રાચી ભટ્ટ

ઉનાળા નું અમૃત એટલે શેરડી નો રસ.

બાળપણ માં અમુક વાતો દરેક ને બઉ મીઠી લાગણી નો અહેસાસ કરાવતી હોઈ છે. અને એમાં પણ ઉનાળો અને વેકેશન. હું હમણા થોડાં દિવસ પહેલા બપોરે ઓફીસ ની બહાર એક શેરડી વાળા ને એની હાથ લારી લાઇ જતા જોયો. બધા ને ઠંડો ઠંડો શેરડી નો રસ આ બનાવી ને પીવડાવતો હતો. હું પણ ત્યાં ગયી ને એક ગ્લાસ શેરડી નો રસ પીધો.ત્યાંજ મને મારી બાળપણ ની એક વાત યાદ આવી.

અમારે ગલી ના નાકે ઉનાળો શરૂ થાય એક શેરડી ના રસ ની નાનકડી દુકાન ખુલી જાય. મને યાદ છે કે સાંજે 8 વાગ્યા પછી અમે બધી છોકરીઓ ઘરે થી દસ રૂપિયા લઈએ ને ચાલતા જ નીકળી પડીએ…ને ખૂબ જ હોંશે હોંશે ફરવા નીકળી પડીએ. મન માં તો જાણે કાઈ મોટું કામ કરવા જવાના હોઈ એમ ખુશીઓ ભરી લઈએ. અને એમાં મમ્મી ને પપ્પા જવાની પરવાનગી આપી દે પછીતો એક અનેરો જ ઉમંગ આવી જાય.

મને યાદ છે કે પહેલે થી અમે બહેનપણીઓ નક્કી કરી લઈએ કે સાંજે જલ્દી જમી ને બધુ કામ પતાવી ને તૈયાર થઇ ને નીકળવું..અહાહા…એ ઠંડો પવન, કાલે સ્કૂલ નથી જવાનો આનંદ, કોઈ પણ રોક-ટોક વિના અમે પાંચ થી છ છોકરીઓ શેરડી વાળા ભાઈ ની દુકાન માં જઈએ ને એ મજાનો રસ પીએ. કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવી નઈ, બસ નાનકડી દુકાન. જેમાં ચાર બાજુ લાકડા ના ટેકા ને ઉપર વાસ નું છાપરું બનાવેલું હોઈ. ઉનાળા ની આ એક મીઠી યાદ જે જિંદગીભર સાથે રહેશે.

એ સમય માં કોઈ ફૉને ન હતો.એટલે બસ ત્યાં બેસી ને ગપ્પા મારવાના. કોઈ સેલ્ફી લેવાના અભરખા વિના બસ એ આનંદ ની પળ ને માણતા હતા. બાળપણ ની આવી નાની નાની વાતો જીવન નો અનેરો આનંદ આપતી રહે છે.

-પ્રાચી ભટ્ટ

Design a site like this with WordPress.com
Get started