
પ્રેમમાં કંઈક અલગ જ અનુભવ છે. પ્રેમ ની કોઈ પરિભાષા નથી પણ દરેક વ્યક્તિ પોતાના પ્રેમ ના અનુભવ ને શબ્દો માં ઉતારી પ્રેમ ની લાગણીઓ ને વાચા આપે છે એટલે જ કદાચ પ્રેમ બધા ને સમજવો અઘરો લાગતો હોય છે. અહીં પ્રેમ નો અનુભવ કોઈ ના માટે સુખદ તો કોઈ ના માટે દુઃખદ હોઈ શકે, પ્રેમ કયારેય યોગ્યતા જોઈ, સમય,સંજોગો કે કોઈના ગુણ-અવગુણ, રૂપ-સુંદરતા,પરિસ્થિતિ, દરજ્જો, વાણી, વર્તન, પૈસો,સંપત્તિ કે પછી કોઈ પણ યાદી સાથે જોડાયેલ નથી. પ્રેમ ને કોઈ બાહ્ય કે આંતરિક આવરણ નથી હોતું. પ્રેમ કોઈ ને કદી બાંધતુ નથી. એતો ખુલ્લા ગગન માં પાંખો ફેલાવી ઉડવા નો સરળ ને સુખદ મોકો આપતું રહે છે. પ્રેમ માં સાથ-સહકાર-સાચી સમજણ ખૂબ મહત્વ નો ભાગ ભજવે છે.
અહીં પ્રેમ માં ઘવાયેલ, તરછોડી ગયેલ/દીધેલ, છળ-કપટ વાળા ઢોંગી કે દેખાડો કરે એવા સંબધો ની વાત નથી, પ્રેમ પવિત્ર છે. એમ તો પ્રેમ માં કોઈ કારણ, કોઈ જરૂરિયાત, કોઈ ટર્મ-કન્ડિશન ની જગ્યા નથી હોતી. પ્રેમ માં હિસાબ-કિતાબ ની વાતો શૂન્ય બરાબર છે.

પ્રેમ માં ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવુ) અથવા ગિવ એન્ડ ટેક (એક હાથ લે ને એક હાથ દે) એવું તો જરા પણ શક્ય નથી. પ્રેમ જેટલો ઊંડો, વિસ્તાર માં પોહળો અને ગૂંચવણ ભર્યો લાગે એથી વીશેષ પ્રેમ ગાંડો અને સાથે રસપ્રદ પણ છે. પ્રેમ કરવા વ્યક્તિ ની હાજરી જરૂરી નથી. પ્રેમ માટે એનો સ્વીકાર, પ્રતિસાદ કે સરખો જ ભાવ હોવો જરૂરી નથી.


પ્રેમ કહી શકો તો ભગવાન ને ભક્ત બંને વચ્ચે નો ભાવ ને ભક્તિ રૂપ દરર્શાવે, માં પોતાના ગર્ભ માં ઉછરી રહેલ જીવ માટે પાંગરી રહેલ લાગણીઓ દર્શાવે, કે પછી મનુષ્ય નો પ્રકૃતિ પ્રેમ, કે કોઈ વસ્તુ પ્રેમ હોય, અહીં દરેક જીવ માં પ્રેમ: પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે વસેલો રે છે. મનુષ્ય હોઈ કે પશુ , પંખી, ખરેખર જોવા જઈએ તો આ લાગણીઓ નિર્જીવ પદાર્થ, વસ્તુ કે જગ્યા સાથે પણ થઈ જાય. મોહ માયા ને વશ થઈ પ્રેમ એ, એનું સ્વરૂપ લઈ એનું કામ કરીને જ જાય છે.

પ્રેમ માં પડવું, પ્રેમ માં રહેવું અને એ પ્રેમ નિભાવુ સૌથી કઠિન છે. એક વાર પ્રેમ માં પડી જુઓ, તરતા જાતે જ આવડી જશે. ને પછી પ્રેમ ના દરિયા માં વહેતાં રેહશો. એક દિવસ ખબર પડશે આ પ્રેમ નો દરિયો પોતાના અંતર મન માં પણ વહે છે. તયારે જ જિંદગી નીંખરી જાય ને એની ખરી મજા આવશે,પછી પ્રેમ જીવન ની સફર માં દરેક યાદો માં પરિવર્તીત થતું જાય. આ પ્રેમ પછી એક પેઢી થી અનેક પેઢી માં પ્રસરતું જાય.
-પ્રાચી ભટ્ટ
Gujarati words😅😅
LikeLiked by 3 people
હા, તો ???
LikeLiked by 2 people
Nice blog
LikeLiked by 1 person
Thank you so much 🌻😊🙏
LikeLike
પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.
પ્રેમ-જીવન પર ઓ હસનારા ! પ્રેમ-જીવનને ખેલ ન ગણતો,
પોઢું છું હું બાણની સેજે, ચાલું છું તલવારની ધારે.
એક બાજીના બે રમનારા, એક હારે તો જીતે બીજો,
પ્રેમની બાજી કિંતુ અનોખી, બેઉ જીતે; બેઉ હારે.
ભીની ભીની પ્રેમની જ્વાળા, ઝગમગ ઝગમગ આંખનાં અશ્રુ,
જાણે આગ મલ્હાર લગાવે, દીપક એનો તાપ વિદારે…
LikeLiked by 3 people
ખૂબ જ સુંદર શબ્દો. 👌👌
મજા આવી ગયી વાંચી ને. 😊
આપનો સહૃદય આભાર 🙏🌺
LikeLike
🙂🙏🏻
LikeLiked by 2 people
Nice…
LikeLiked by 1 person
Thank you so much 😊🌻
LikeLiked by 1 person
તમે સરસ અને સરસ લખ્યા, મેમ👌👌🙏
LikeLiked by 3 people
સહૃદય આભાર આપનો 🌻🌺😊
LikeLiked by 2 people