સંગીત📯🎼🎸🎷🎙️🥁🎧

સંગીત એવો સંયોગ રચે,
ધરતી પર સ્વર્ગ રચે,

સાત સુરો નો માહોલ ઘઢાયો,
જયારે,મધુર સ્વરે પ્રભાતિયો ગુંજાયો,

ઉડે બગીચે સંગીત નો ફુવારો,
આરોહ, અવરોહ ની પકડ માં હું દુઃખ ભુલાણો,

ફૂલો નો પમરાટ મગજ માં ફેલાયો,
વીણાના સુરે ભમરો ફૂલો પર મંડરાયો,

મળી ધરા ને સાત સુરો ની મધુરતા,
સંગીત તારા જાદુ થી નયન,અંગ ફરકતા,

ગઝલ, ભજન, કીર્તન એવાં તો ગવાયા,
તારા, ભાનું, નભ ક્ષણભર અહીં અટકાયા,

લયબધ સ્વરો માં ગીતો એવા એ રચાયા,
કે કવિના વસંતકેરા સ્વપ્નો આકાશે ગુંજાયા.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

2 thoughts on “સંગીત📯🎼🎸🎷🎙️🥁🎧

Leave a comment

Design a site like this with WordPress.com
Get started