
મારી માં, એટલે મારી mummy થીય વધારે નજીક જે છેં એ મારા સાસુમા. આજે એમને યાદ કરતા લખ્યુ છે.
જયારે મને બઉ ગુસ્સો ભરાય, મન માં અનેક વિચાર ચાલે કે કોઈ પણ મૂંઝારો હોય તો એ મારા એક શબ્દ કહ્યા વિના મને સમજે.
મારા જીવન માં સૌથી વધુ નજીક કોઈ હતુ તો એ જ હતા, છે ને રહેશે.
બહુ લાંબી લાંબી રોજ વાતો કે કથા-વાર્તા કરવાની ટેવ અમને બંને ને ઓછી હતી, છતાં એકબીજા ના હાવ ભાવ જોઈ પરિસ્થિતિ સમજી લેતા.
#માં #સાસુમાં #અનેરો_સાથ #આપણીવાતો
🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺
માં તારી મોજુદગી નો અહેસાસ હજુય થાય છે,
સામે બેસી વાતે વળગે એ ભાસ આજેય થાય છે,
સાંજ ટાણે સૌની વાટ જોતી તુ રોજ બારી માંથી,
એ સમય સાક્ષાત આવે, જોઉં તને હું રસ્તે થી,
પ્રેમભાવ થી જમાડીશ જો તું લઈશ દૂધ અને ઘી,
ધરાઈ ને ખાવું કહી ખવડાવે, ઘી ભરેલી બે,ત્રણ પુરણપોળી,
ગુસ્સો શું કામ આવે, એ કદી ન કરતી આનાકાની,
બધી વસ્તુ માં સાથ આપી, કરતી મને આગળ છાની માની,
શીખવાડી કામ કાજ, બની મારી બહેનપણી,
અચાનક શું થયું, હાથતાળી દઈ, કરી મનમાની.
🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺
-પ્રાચી ભટ્ટ