મારી પરી

દેખાય છે મને મારી સપના ની એ પરી,

રૂપાળી,કોમળ ને કૂળવન્તિ મારી પરી,

બાળકો રમાડતી ને કયારેક બાળક બની જતી,

એતો ઓફિસે જતી ને, ક્લીગ ને હંફાવતી,

સેમિનાર માં બોલતી ને, કયારેક એકલી જ જજુમતી,

ચેહરો ચમકાવતી,  પાલવડે મમતા વરસાવતી,

ઉંચી સેન્ડલ માં આખી મહેફિલ જમાવતી,સિંહણ પણ બનતી ને ક્યારેક દયા પણ વર્ષાવતી,

દેખાય છે મને મારી સપના ની એક પરી,

સુખ માં ને દુઃખ માં મારી પડખે છે મારી પરી.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started