જિંદગીની રમત

…થોડા વખત થી નીરવ એના પી.જી. ના રૂમ પર જ રહેતો હતો. એના હાવ-ભાવ થોડાં દિવસ થી મને ગુંચવણ મા મુકતા હતા. નીરવ નુ નાની અમથી વાત ને અવગણી કરવી, મૂડ ઑફ છે પછી વાત કરૂ એમ કહી ફોન મૂકી દેવો… આવુ ઘણું બધું હતું જે બદલાયેલું લાગ્યુ મને. હું સમજતો હતો ઘર નો કોઈ પ્રોબ્લેમ હશે એટલે ચિંતા માં આવું કરતો હશે…પણ આ વખતે નીરવ ના બદલાયેલા વર્તન ને જોઈ ને લાગ્યું કે મામલો કંઈક બીજો જ છે.વાત કદાચ ગંભીર હશે. નીરવ મને એમ તો એની દિલની વાત જણાવી ને જ રહેતો….પણ..પણ..કાંઈક છે જે એના મન ને ગૂંચવણ માં મૂકી દીધું છે…. છેલ્લાં 3 થી 4 sunday થી નીરવ એના ઘરે જતા અચકાતો હતો. એના ઘર માં એની બા જે ઉંમરે વધુ હોવાથી ઘર માં જ રહે છે અને નાની બેન જે 11માં ધોરણ માં અભ્યાસ કરે છે. નીરવ એનું સ્ટડી પૂરું થતા એને રાજકોટ માં સારી જોબ મળી એટલે એ અહીં રાજકોટ જ રહેવા આવી ગયો. નીરવ થોડા દિવસે જતો આવતો રહેતો એના ઘરે.

હું, પ્રણવ છું. અમે બંને સાથે જોબ કેરિયે છે. નીરવ ને મારી વચ્ચે દોસ્તી કહીયે જે સગા ભાઈ જેવી, અમારો રિલેશન એક મજબૂત લાગણીઓ થી જોડાયેલો સબંધ છે. અમે એકબીજા ની આખો વાંચી ને સમજી જતા કે વાત સુ હશે…પણ આજે હું, હું ન સમજી શક્યો.

મારા પરિવાર માં હું, મારા પપ્પા ને મમ્મી. પાપા રિટાયડ છે. મારી માતા ગલી ના છોકરાઓ ને ઘરે ભણાવે છે એટલે થોડી પ્રવૃતશીલ છે એમ કહી શકો. અમારા બંને ના પરિવાર માં ચિંતા નો વિષય અવાર નવાર ચાલ્યા કરતો હોય અને અમે બંને એકબીજા સાથે વાત ચિત કરી દિલ નો ભાર હળવો કરી લેતા. અમારું પરિવાર ખૂબ સરળ ને એકબીજા ના માટે સ્નેહ થી ભરેલું છે. મેહનત કરી ને જિંદગી જીવવા વાળું પરિવાર કે જેમાં સૌ સંપી ને રહે.


જિંદગી માં અમુક મોડ પર કેટલાક સારા લોકો મળે છે જે આગળ જતાં આપણા ફેમિલી બની જાય છે અને જીવન ના ઉતાર ચડાવ માં આપડી સાથે ઉભા રે છે.  એવી જ દોસ્તી છે અમારી,એટલે નીરવ ની ને પ્રણવ ની.

નીરવ ને આજે મૈં કોફી શોપ માં મળવા બોલાવ્યો.આ આવતો જ હશે.

પ્રણવ: 2 coffee મોકલો.

નીરવ: સોરી યાર,થોડું મોડું થયું.

પ્રણવ: એમાં સોરી થોડું હોઈ, દોસ્ત માટે રાહ જોવામાં પણ એક મજા છે.
નીરવ: હવે બોલ,કેમ અચાનક અહીં બોલાવ્યો?
પ્રણવ: હું નાઈ, ભાઈ તું બોલ… કેમ આમ બગવાયેલો ફરે છે? તું કે,તારી.. ઘરે બધું ઠીક છે ને?
નીરવ: આશ્ચર્ય માં આવી ને કોફી પીવા લાગે છે.
પ્રણવ: તું આમ ચૂપ ના રે,બોલ…મને કે શુ થયું છે તને.
નીરવ: મને કંઈ નથી થયું…તું, તું  ખોટુ સમજે છે પ્રણવ.
પ્રણવ: દોસ્ત, હું તને મારો ભાઈ માનુ છું. તું બેફિકર થયી ને મને કહી શકે છે. તું બોલ…શું તકલીફ છે?
નીરવ અકળાઈ જાય છે, ને ત્યાં થી ઉભો થઈ જાય છે.
પ્રણવ એને રોકે છેં પણ બઉ રોકી ના શક્યો… બંને ની વચ્ચે વાત ત્યાં જ અટકી જાય છેં ને તેઓ છુટા પડે છે.આવી પરિસ્થિતિ સામે કોઈ એકબીજા ને કઈ કહી ના શક્યું ને સમય વીતી ગયો.

બીજી બાજુ પ્રણવ ના પપ્પા ની તબિયત ઢીલી થયી હોવાથી એને તરત જ ત્રણ દિવસ ની રજા લીધી ને ઘરે જવા નીકળી ગયો. પ્રણવ એ દિવસે નીરવ ને ઉતાવળ માં જણાવી ન શક્યો કે એને કદાચ ઘરે વધુ રોકાઉ પડે.

આ જિંદગી પણ અજીબ ખેલ કરે છે, સુખ નો ખેલ શરું કરે ને એને આપણે માણી શકીએ એની પેહલા જ બીજો દુઃખ નો ખેલ શરૂ કરી દે છે.


પ્રણવ ના પપ્પા ને હ્દય નો હુમલો આવેલો. એકલતા ને લીધે વિચારો માં ચડી જવાને કારણે તબિયત નાજુક રહી શકે છે એમ ડોક્ટર એ જણાવ્યું, પરિવાર સાથે રહો થોડા દિવસ એમ સલાહ આપી અટલે પ્રણવ અઠવાડિયું અહીં ઘરે થી જ ઑફિસ નું કામ કરે છે. એને નીરવ ને ફોન કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ નીરવ એ સામે ફોન જ ન ઉપાડ્યો. અહીં પ્રણવ ને એના પપ્પાની ચિંતા સતત નિરાશ કરતી હતી ને બીજી બાજુ પોતાના પ્રિય ભાઈબન્ધ ની યાદ આવતી હતી.

બીજા દિવસે પ્રણવ નું ચિત ચકોરે ચડ્યું. એને ગમે તે કરી જાણવું જ હતું કે નીરવ આમ અચાનક કેમ બદલાય ગયો. પ્રણવ એ નીરવ ની ઘરે ફોન કરી તાપસ કરી જોયી, ને ત્યાં પણ એની બહેન અને બા હેમ-ખેમ હતા.
પ્રણવ ને થયું ઓફિસે ના બીજા સહ-કર્મચારીઓ ના નંબર છે, લાવ વાત કરું…જાણ્યે અજાણ્યે કઇ ખબર
પડી જાય તો સારું.

પ્રણવ એ એક પછી એક નજીક ના દરેક મિત્રો ને ફોન કર્યો. ત્યાં એક તનું નામ ની એમની ફ્રેન્ડ હતી એને કહ્યુ કે પ્રણવ લાસ્ટ વિક હાફ ડે માં કોઈ મેડિકલ રિપોર્ટ્સ લેવા હોસ્પિટલ ગયો હતો.ને તે પછી ના દિવસ થી એ કઈ બોલતો નથી. બસ ગુમસુમ રે છે. ખબર નઈપણ કામ પર પણ ધ્યાન નથી આપતો.

પ્રણવ સમજી ગયો કે નક્કી નીરવ આ મેડિકલ રિપોટ્સ ને લઈ ચિંતા માં છે. એને આ વિસે વાત કરવી જ પડશે એટલે પ્રણવ  ની સાથે વાત કરવા એક છેલ્લો પ્રયાસ કરે છે. તે એક મેસેજ કરે છે કે મારા ઘરે આવી જા.urgent મારે એક વાત કરવી છે.

બસ, પછી શું, પ્રણવ નો આવો મેસેજ જોઈ નીરવ ની આંખો ના ખૂણા ભીના થાય છે. કોઈ સામાન કે બીજી વસ્તુ લીધા વિના નીરવ નીકળે છે પ્રણવ ને મળવા.

એક મિત્ર એના બીજા મિત્ર ને મળવાએ રીતે જાય છે કે જાણે સુદામા ને મળવા શ્રી કૃષ્ણ જતા હોય.  બંને તરફ થી બંને ને કઈક વાત હતી જે કરવી હતી, પણ એકબીજા ને બોલી નથી શકતા. સંજોગો એવા આવી ચડ્યા છે કે બે મિત્ર સામ-સામે આવવાથી કતરાય છે.

જિંદગી ઘણી વાર એવી પરિસ્થિતિ માં માણસ ને ઉભો કરી દે છે જ્યાં બોલવું સહેલું નથી ને સહન કરવું પણ સહેલું નથી,આ બંને અનુભવ ની અનુભૂતિ એકસાથે થાય છેં જેમાથી સાચો નીર્ણય કરવો ઘણી ધીરજ માંગી લે છે.

પ્રભુ ની પાડ માનીએ, નીરવ આવી પોહચે છે પ્રણવ ના ઘરે . બંને જણા સાથે ચા પીવા ડાઇનિંગ ટેબલ પર બેસે છે. પ્રણવ ના પપ્પા ને મમ્મી બીજી રૂમ માં છે. એકદમ સન્નાટો છે ઘર મા જાણે કોઈ નો શોક ના હોઈ.

પ્રણવ:  જો નીરવ, મારુ મન કેટલાય દિવસ થી આ તારી ચુપી નો ભાર સહન નથી કરી શકતું. તું આ ન બોલી ને જે બોલે છે ને એ ચૂપ-ચાપ વાળી કનવરસેસન મને અકળાવી મૂકે છે. તું સમજ… મને દુનિયા માં એક તું જ છે જેને હું કહેતો ક મારો ભાઈ,મારો યાર છે. ને તું જ ભાગે છે સાલા દૂર…. સું છેં બોલ..કે મને.

નીરવ: પ્રણવ, તું…..તું શાંતિ રાખ પેહલા. જો હું કહું તું…તું શાંતિ થી સંભાળ જે. ને અમને સમજ જે…

પ્રણવ: તું આ નાટક વધારે ન કરીશ મને તનું એ કીધું છે કે કોઈ મેડીકલ રિપોર્ટ ના લીધે તું ડીપરેસ છે…. કદાચ કોઈ બીમારી ના લઈ ને તું ડરી રહ્યો છે…પણ, પણ તું જરાય ચિંતા ન કર…હું બેઠો છું તારો ભાઈ… તું બસ બોલ શું પ્રોબ્લેમ છે,તું છે ને…તું દોસ્ત પૈસા ની ચિંતા ના કર…યાર છે મારું સેવિંગ. કયારે કામ આવશે.
(નીરવ ગંભીર ને ધીમા અવાજે ડુસકા ભરી કંઈક બોલવાનું પ્રયાસ કરે છે)
નીરવ : પ્રણવ,તને ખબર છે, આ…આ તારા પપ્પા ને હાર્ટ અટેક કેમ આવ્યો?
પ્રણવ: ડોક્ટર કહેતા હતા કોઈ વિચારો ની ગુંચવણ માં હશે ને રાત્રે બ્લડ પ્રેસુર હાઈ થયું એના કારણે આ બધું…..પણ તું આ કેમ પૂછે છે? પપ્પા ની આ હાલત ને તારા આ વર્તન માં આવેલ બદલાવ સાથે શુ નિસબત?

નીરવ: છેં… નિસબત છે.
પ્રણવ: ગોળ ગોળ ના ફેરવ વાત ને…ચોખ્ખુ બોલ…આમ તો ગુંચવણ વધુ ઉભી થાય છે.
નીરવ: તને યાદ છે આપણે કોફી શોપ માં મળ્યા હતાં?
પ્રણવ: હા,મૈ જ બોલાવ્યો હતો. તો એનું સું છે હમણાં?
નીરવ:  તયારે.. તારા પપ્પા સાથે મારી વાત થયી હતી. મૈ એમને તારા વિશે એક વાત કરી જેના કારણે એમના મન માં ન આવવાના વિચારો આવ્યા.. ને આ પરિણામ આવ્યું.
પ્રણવ: જો નીરવ…હું તને છેલ્લી વાર પુછું છું.. કે તને પ્રોબ્લેમ સુ છે મારા થી?કેમ આમ મારા વિશે તારે પપ્પા ને વાતકરવી પડી..તું મને કેમ મોઢે નથી કહેતો…. તું એમ તો મને ખાસ પરિવાર નો સભ્ય માને છે તો..તો એવું શું હતું જે તે મને ના કીધું?

નીરવ: …એ જ નથી કહી શકતો..મૈ બોલવા ની કોશિશ કરી..ઘણી વાર…એક વાર વિચાર્યું કે કહું….પણ નથી કહી સકતો….મારી તો જીભ ઉપડતી જ નથી દોસ્ત.સમજાતું નથી કે શું કરું?ક્યાં જઉં? ક્યાં ઉભરો ઠાલવી આવું…(નીરવ ની આખો માં ચોધાર આંશુ આવી જાય છે… જે અટકતા જ નથી)

પ્રણવ ત્યાં થી ઉભો થયી નીરવ ને જોર થી ભેટી પડે છે. થોડી ક્ષણ ત્યાં બે ભાઈઓ નો પ્રેમ જોવા મળે છે. બને ની આંખ માં આંસુ કેમ છે એ ખબર નથી..બસ એ વહે જાય છે.

નીરવ: જે વાત હું છુપાવું છું દોસ્ત, એ વાત મારા નહીં… પણ તારા વિસે છે.
પ્રણવ: ઓહ, તો મારી વાત તું મને જ કહેવામાં એટલું મોડું શેનું કરે છે? હું કઈ તને વઢવાનો થોડો હતો. બોલ હવે.હું તારી સામે જ ઉભો છું.
નીરવ: યાદ છે આપણે USA જવાના હતા, ને એ માટે આપણે બંને એ સાથે પેપર્સ રેડી કર્યા હતા…યાદ છે તને એ?
પ્રણવ: ofcourse યાદ છે, ને પછી આપણે મેડીકલ કેરાવ્યું હતું….ને આપણી એ ફાઇનલ file તું જ તો બધું રેડી કરવાનો હતો.. એવું તે જ નક્કી કૅર્યું હતું ને દોસ્ત.

નીરવ: હા, બરાબર. તે પૂછ્યું નહીં કે આ મેડિકલ રિપોર્ટ માં શુ આવ્યું?
પ્રણવ: શુ?…શુ આવ્યું હતું…કહીશ તું હવે?આમ સશપેનસ ના ક્રિએટ કર નીરવ.

(નીરવ નું માથું ઝૂકી જાય છે બોલતા…અવાજ મંદ પડી જાય છે)
નીરવ:  પ્રણવ, તારા એ રિપોરર્સ માં…એમ હતું કે…કે તને કિડની માં કેન્સર છે.

પ્રણવ: ના હોઈ…..આતો શક્ય જ નથી.આઈ એમ ફિટ એન્ડ ફાઇન. (સ્તબ્ધ થઈ ને ખુરશી માં બેસી જાય છે ને વાત તો અસ્વીકાર કરતો હોય એમ નીરવ ને જુવે છે)

નીરવ: દોસ્ત, મને પણ આવો જ વિચાર આવ્યો હતો…એટલે ..એટલે હું પોતે ડોકટર ને મળ્યો. પ્રણવ, મૈ એમને બધી વાત કરી. અમે એ રેપોટ્સ ફરી પણ ચેક કરાવ્યા….પણ…પણ ભગવાન ને કઈક ઓર જ મંજુર હતું.(ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે)
પ્રણવ: એટલે.. શુ આ ખરેખર???
નીરવ: સાચું છે.(રડતા રડતા હ્રદય તૂટી પડે છે) હું દિલ પર પથ્થર મૂકી ને આજ વાત તને કઈ રીતે કહું એ કેટલા દિવસ થી મુંજાતો હતો.


પ્રણવ મૂંગો બની બેઠો હતો… એક જીવતી લાશ ની જેમ કલાક સુધી એ ત્યાં બેઠો હતો.કોઈ પણ જવાબ આપવાની હાલત માં ન હતો.મન મા ને મન માં એ ઉદાસ હતો.. રડું આવતું હતું…જિંદગી એકદમ અંધકાર મય લાગવા લાગી. શ્વાસ કોઈ એ રોકી લીધો હોય એ અંદર થી હેબકાઈ ગયો હતો. જીવન ની અનેરી ક્ષણો એને અજી જોઈ પણ ન હતી. બાપ આ ઉંમરે એના એક ના એક મહેનતુ છોકરા ને આ રીતે જોઈ નિસહાય રૂપ અનુભવ કરવા લાગ્યા. એની મમ્મી જુવાન જોત દીકરા પર નું દુઃખ જોઈ શકે એ સ્થિતિ માં નહતા. સમય આવો દિવસ પણ બતાવશે એવું વિચાર્યું નતું,ઘડિયાળ ના કાટા અટકી ગયા હોય એમ શ્વાસ રોકાય ગયા હતા. પરિવાર માં દુઃખ ના વાદળ આવી ચડ્યા હોઈ એવું ગંભીર વાતાવરણ થયી ગયું હતું.

જેમ તેમ કરી ને અમે એ રાત પસાર કરી…સવાર પડી.. પ્રણવ એની રૂમ માં નતો. એની મમ્મી ને પપ્પા ઉઠયા એની પેહલા  પ્રણવ ક્યાં ગયો એનો કોઈ આઇડિયા ના આવ્યો. નીરવએ પ્રણવ ને ફોન કર્યો પણ એટલા માં ઘર ની ડોરબેલ વાગી. ત્યાં જોયુ તો સામે થી પ્રણવ આવ્યો…હાથ માં ગરમ ગરમ સમોસા ને ચટણી સાથે….ખુશ હતો એ…અને કાલ ની વાત જાણે યાદ જ ના હોય એમ વર્તન કર્યું એને.
પ્રણવ એ આવી ને કહ્યું:  મારે જિંદગી ના જે છેલ્લા દિવસો બાકી છે એને ભરપૂર માણવા છે.  દરેક લાગણીઓ ને અનુભવી છે. મારે દરેક સુખ ને દુઃખ માં સાથે રેવું છે…અને મને વિશ્વાસ છે કે તમે મને પુરે પૂરો હોસ્લો આપવા સાથે છો. (તેનો પ્રીય મિત્ર ને પરિવાર સાથે હતું જ ને , રહેશે…)

પ્રણવ : “જે થવાનું હતું તે થયી ગયું છે હવે એનો સ્વીકાર કરી ને બાકી ની જિંદગી ને દોષ આપવા કરતા, જે જિંદગી સામે ચાલી ને આવી છે એને જીવી લઉં. જિંદગી ને ભેટ સમજી એને ભેટી પડો, બધી જ વસ્તુ સરસ અને સરળ લાગવા લાગશે.”



-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started