અમે ફરી મળ્યા.

શેફાલી મારા ઘર ની સામે ના ઘર માં રહે છે.એ કૉલજ ના ત્રીજા વર્ષ માં છે. હમણા કોરોના વાયરસ ના રહેતા કૉલજ બંધ છે એટલે એ હોસ્ટેલ થી વડોદરા આવી છે.

હું, દીપેશ છું. હું અને શેફાલી સાતમા ધોરણ સુધી સાથે ભણતા ને સાથે રમતા. થોડા સમય માં મારી ધમાલ બઉ જ વધી ગયી હતી. હું ધ્યાન નતો આપતો ભણવા માં એટલે મારુ ભવિસ્ય સારું બને એટલે મને મમ્મી- પપ્પા એ બોર્ડિંગ સ્કૂલ માં મૂકી દીધો હતો. હવે કૉલજ ની સ્ટડી માટે હું સુરત સિટી માં ભણવા ગયો ને હું ત્યાં મારા કાકા ના ઘરે રહું છું… હમણાં હું મારા વડોદરા ના ઘરે પાછો આવ્યો છું. હું આટલા વર્ષે ઘરે છું, એ પણ બધા ની સાથે નિરાંતે પરિવાર જોડે છું.

હું ઉઠ્યો સવારે, સામે ના ઘર માંથી અવાજ આવ્યો કંઈક. જે મને લાગ્યું મારી નાનપણ ની મિત્ર શેફાલી નો છે. મને યાદ જ નથીકે વચે કદી હું અને શેફાલી પણ મળ્યાં હોઈ કે કઈ વાત થયી હોય. એટલા વર્ષો પછી આજે મૈં એને સાંભળી….એટલે એનો અવાજ. મને અંદર થી લાગ્યું કે..આ, આ તો નક્કી શેફાલી જ છે. અવાજ એનો જ હતો. અવાજ પર થી લાગ્યું કે હજી પણ આમ ઓર્ડર કરતી હોય ને એમ જ વાત કરે. એટલું જોર થી બોલે કે આખું ઘર માથે લે… તમને હસું આવશે કે મૈં એને સાંભળી એવું કેવું, પણ હકીકત એ જ હતી. મૈં મારા ઘર માંથી એનો અવાજ સાંભળ્યો.

સવાર માં શાંત વાતાવરણ માં આ એના ઘર માં મોટે થી બોલે તો મારે ત્યાં સાંભડાય. અહીં વાત એમ છે કે હું મારા સ્ટડી થી ઘરે કાલે જ આવ્યો મારી ઘરે. અને શેફાલી એની હોસ્ટેલ થી આવી હશે..એ વાત નક્કી હતી કે એ છોકરી નો અવાજ શેફાલી નો જ છે….અજી તો જોઈ નથી કે, એ કેવી લાગતી હશે. ખબર નઇ એ મને ઓળખસે ક નઈ.

અમે બંને નાના હતા તયારે ઓટલે બેસી સાથે રમતા. ગલી માં સંતા-કુકડી રમતા ને ખૂબ ધમાલ-મસ્તી કરતા. અને ખાસ વાત બંને ની મમ્મીના હાથ નો માર પણ અમે ભેગા જ ખાતા. બાળપણ માં ઘણા એવા કિસસ્સો છેં જે એકદમ યાદ આવી ગયા. બસ બધું યાદ કરતા કરતા હું ઉઠ્યો. ચા પીવા બેઠો. પેપર આવ્યું નહતું લોકડાઉન ચાલે છે એટલે.

મમ્મી : દીપેશ, રાધા ઑન્ટી ને ત્યાં જઈ આવજે.એમનો સામાન નું લિસ્ટ લેવા જવાનું છે. આપડા ઘર નો સમાન અને એમનો ત્યાં નો ભેગો જ લેવાનો છેં. તો તું લિસ્ટ લઈ આવે, હું અહી બીજું કામ પતાવી લઉ.

દીપેશ: ના હ, હું કઈ ના જઉં લિસ્ટ લેવા, તું જ જઈ એ લઈ આવે તો સારું. (મન માં તો હું ખુશ જ હતો કે હું શેફાલી ના ત્યાં જવાનો મોકો મળે છે પણ ખબર નઈ મૈં ના પાડી)

મમ્મી: જાને દીકરા, મારે ઘર ના કામ છે, જો અજી સાક સમારીશ ને દાળ બાકી છેં.

દીપેશ : ઓહો, હું આવ્યો એટલે હવે બધું તું મને જ કે કે કરીશ..બેટા આ લઇ આવ તો, દિપુ આ કામ કરી લેજો….(મન માં જાણે હું ખુશ થતો હોય એમ આજે લાગ્યું. બસ મમ્મી સામે ન જવાનું નાટક કરતો હતો)

કોણ જાણે કેમ મને આ પરિસ્થિતિ ગમવા લાગી. અજી મને ઘર માં આવ્યે 24 કલાક જ થાય છેં. અચાનક બધું સારુ સારુ કેમ લાગે છેં.સવારે ચા મીઠી લાગી… મમ્મી ત્યાં મોકલે છે એટલે આ તો જાણે મને એ ભગવાન લાગી….હું કેમ આટલો ખુશ થતો હતો એ મને સમજાયું જ નઈ.

હું તો ચા પીને ફટાફટ એના ત્યાં જવા રેડી થયો. દરવાજા સામે જઇ હું ઉભો રહ્યો. અંતર માં ઉમળકો હતો. *આજે તો હું પોતાની જાત થી અજાણ્યો હતો*. ડોર-બેલ વગાડી. ત્યાં ડોર ખુલ્યો. શેફાલી મારી સામે જ હતી. હું એને જોતો જ રહી ગયો. મને જોઈ એ બોલી, : “મમ્મી પેલા કેબલ વાળા ભાઇ આવ્યાં છે તે ફોન કેર્યો તો ને.”

હું ઓળખાણ આપું એ પહેલાજ આ સું થયુ. શેફાલી એ મને જોયો નતો એટલે એ ઓળખતી નતી. કોઈ ગેરસમજ થઈ અહીં તો.

રાધા ઑન્ટી રસોડા માં હતા, એમને અંદર થી જ જવાબ આપ્યો, શેફાલી, તું એમને કઇ દે કે tv બરાબર નથી આવતું.કોઈ વાર કનેક્શન જતું રે છે. અમારે ન્યૂઝ જોવા માં વચ્ચે પ્રોબ્લેમ થાય છેં.

શેફાલી: એ સારું, હું કઈ દઉં છું… બધું મારે જ કરવાનું. (મારી સામે જોઈ ને બોલતી હતી…. એની વાત કરવાની સ્ટાઇલ અજી એવી જ છે, એકદમ દાદાગીરી વાળી).. એ કેબલ વાળા ભાઇ,ઓ ..સુ જોયા કરો છો… સાંભળ્યું ને તમે પણ…ચાલો કામે લાગો. આ રહ્યું tv ને આ રહ્યું રિમોટ…લો જોઈ લો.

દીપેશ: અરે, પણ હું કેબલ વાળો નથી.

શેફાલી: હે??…. (વીચારીને)ઓ,તો તમેં અંજાણ્યા છો. તો પછી કોઈ ના ઘર માં આવતા પેહલા ઓળખાણ તો આપવી જોઈએ ને. કોણ છો??

દિપેશ: હું રાધા ઑન્ટી પાસે કારિયાણા નું લિસ્ટ લેવા આવ્યયો છું. મને લતા ઑન્ટી છેં ને એમને કીધું હતું.

શેફાલી: ઓહ, તો તમે કરિયાણા વાડા ભાઈ છો… મમ્મી,કોઈ કારીયાણા વાળા ભાઈ આવ્યા છે. તને મળવા. એવું કે છે કે કોઈ લિસ્ટ લેવાનું છે.

રાધા આંટી: (અંદર રસોડે થી જ) સું બોલે છે એ છોકરી. સમજ ન નથી પડતી. મારે કામ કરતા કરતા આવુ જ પડશે. ( બહાર આવી મને જૉયો ને રાધા ઑન્ટી મને જોઈ ને ઓળખી ગયા.)

રાધા ઑન્ટી : ઓહ,તું આવ્યો છે. દીકરા તને તો ઘણા વખતે જોયો. આવ આવ, બેટા. બેસ.

શેફાલી: (એની મમ્મીના કાન માં બોલી) તું સું મમ્મી, કોઈ કરિયાણા વાળા ને જોઈ આવું થોડું બોલે કે આવ બેટા બેસ.

રાધા ઑન્ટી: આ કોઈ નઈ પણ આપણો દિપેશ છે. લતા આન્ટી નો દીકરો. જે સુરત ભણે છેં. અમણા આવ્યો છે. તું બઉ સમય પછી જુએ છે એટલે નઈ ઓળખ્યો.મૈં એને ફોટા માં અને વીડીઓ માં જોયો છે.

દીપેશ: યસ, બરાબર. હું દિપેશ.

શેફાલી: સોરી. મિસ્ટેક થઈ. મને આઈડિયા જ નતો કે… તું… હોઈશ. એટલે કે…. તું દીપેશ હોઈશ.

દીપેશ: અરે,ઇટ્સ ઓકે. એ તો મમ્મી એ કિધુ કે બેવ ઘર નો એક સાથે સામાન લઇ આવીયે તો થોડા દિવસ ની રાહત. એટલે તમારી પાસે વસ્તુની લિસ્ટ લેવા આવ્યો છું.

રાધા ઑન્ટી: “હા, મૈં રેડી જ રાખ્યું છે લીસ્ટ…લે બેટા.” એમને મને લિસ્ટ,પૈસા, કપડાં ની થેલી આપી.હું બધું લઈ ને પાછો આવ્યો.

શેફાલી ને હું ઘણા સમય પછી પહેલી વાર મળ્યો. એના વાત ને વર્તન માં બિલ્કુલ તફાવત નથી. એ હજી એવી જ છે ,એકદમ રમતિયાળ. એ પહેલે થી જ સખત અને આખા બોલા સ્વાભાવ ની હતી. એની આંખો પેહલા ના કરતા વધુ બોલાકણી લાગતી હતી. શેફાલી હવે વધુ આકર્ષિત લાગતી હતી. ખબર નઈ પણ મને એને જોવાનું એ દિવસે ગમ્યું… એક લાંબા સમય નું અંતર હતું. અમે બંને બાળપણ માંથી યુવાની માં મળ્યા. એક આકર્ષણ નતુ, એક કનેક્શન તો હતુ એવું મને લાગ્યું. મારુ મન ખુશ હતું.

ત્યાર બાદ સાંજે સામાન લઇ ને આવ્યો હું. એના ઘરે જઈ ને સામાન આપ્યો….ત્યા રાધા આન્ટી જોડે બેસીને પૈસા નો હિસાબ પણ કરી લીધો. કહ્યું કે કઈ કામકાજ હોઈ તો કેજો. હું થોડા દિવસ તોઅહી જ છું.

શેફાલી ત્યાં જ હતી. એ દિવસે અમે ફરી મળ્યા. બંને એકબીજા ને જોઈ હસ્યા. હાય ને હેલો થયું. વાત વાત માં અમે એકબીજા નો નંબર લીધો. એને હું કેમ છું ક્યાં રહું છું.. એવા પ્રશ્નો પૂછ્યા.બને કોલેજ ની વાતો કરી. એકબીજા ને સવાલ-જવાબ માં અમે વાતે વળગ્યા. કોઈ પણ ઓકવડ અનુભવ નતુ કરતું. એ પહેલે થી જ કોઈ ની પણ સાથે સહેલાઇ થી વાતો કરતી.એની એ વાત મને ગમતી.જે અજી પણ બરકરાર છે. અમે થોડા સમય સાથે વાતો કરી છુટા પડ્યા. અમે ફરી એકવાર નાનપણ ના દોસ્ત ની જેમ વાત કરતાં હતાં એ અનુભૂતિ બઉ જ સરસ હતી.

હું મારી ઘરે ને એ ત્યાં એની ઘરે હતી. હવે રોજ whatsapp પર વાતો કરતા. ફેસબુક માં એડ થયાં. જુના કિસ્સાઓ કહી અમે મોડે રાત સુધી વાતો કરવા લાગ્યા, એકબીજા ના ફોટો મોકલી જૂની અને નવી વાતો સારું થયી. આ lockdown માં ત્રણ દિવસ માં અમે ઘણાં સારા મિત્ર પાછા બની ગયા. અમારી દોસ્તી પેહલા ના જેવી જ બનતી હોય એમ લાગ્યુ.

જૂની દોસ્તી ના દિવસો અને જૂની વાતો વાગોળવા માં ઘણી મજા આવતી અમને બને ને. બસ શેફાલીને આવી હસતી જોઈ ને હું ખુશ થતો. હું દિલ થી મલકાતો.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started