પહેલો પ્રેમ

પાર્ટ 2

..આમ અચાનક લાઈટ જતી રહી ને હું પોતાને હેલ્પલેસ માનવા લાગ્યો. Actully અમારે society માં ઘણી વાર થાય છે એવું, સોસાઈટી માં અવાર નવાર લાઈટ આવતી-જતી રહે. પણ આજે સમજાયું કે જિંદગી માં એલક્ટરીસિટી કેટલી મહત્વ ની છે.

મને બે મિનિટ માટે તો કઈ દેખાયું જ નઈ કે ત્યાં સું થઈ રહ્યું છે. અંધારું ઘણું વધી ગયું હતું.જે મન માં વિચારો સળગતા હતા એના પર મીંડું વળતું હોઈ એમ લાગ્યું. હું તો એકદમ વિચલિત થઈ ગયો….આટલી જ વાર માં હું બાવરો થઈ ગયો. મારી જગ્યા ઉપર ઉભો થઈ મૈં બારી ના સળિયા વચ્ચે મારુ મોઢુ નાખી ત્યાં જીણી નઝર નાખી, ફાંફા મારવા લાગ્યો. હવે ત્યાં ધ્યાન થી જોવાનો પ્રયાસ કર્યો. જોકે ધીરજ તો ખૂટી જ ગયી હતી.

ત્યાં થી મારા નામ ની બૂમ પડી.

“આકાશ, ઓ બેટા આકાશ. અહીં આવ તો જરા.”

આતો રસીલા બા ની બૂમ હતી. હું કાઈ સમજાય એ પહેલા દોડ્યો. અરે હુંતો એટલી એક્સપ્રેસ ની ઝડપે અવાજ સાંભળી ને ભાગ્યો કે દોડતા દોડતા જ બોલ્યો, ” એ હા બા, આવ્યો. અરે બસ આવી ગયો, લો.”

રસીલાબા:”ઓહો,તું તો આંખ ના પલકારો કર્યો ને એટલું જલ્દી આવી ગયો. ને એ પણ અંધારા માં.”

હું ખુશ ખુશ થઈ, જવાબ માં કહ્યું “કે બા તમારી સેવા માટે તો હું હમેશા તૈયાર જ રહુ છું. 😊 બોલો બા,તમે મને યાદ કર્યો,સુ હતુ?” (અહીં અંધારા માં હું માલકતો હતો એ સારું થયું કોઈ ને દેખાય એમ ન હતું)

રાસીલ બા:” આ જો લાઈટ નથી, અમારે ઘર ની અંદર જાઉં છે. ને હવે ઉંમર ના લીધે બઉ અઘરું પડે છે. તું એક કામ કર બેટા, પહેલા અંદર મંદિર પાસે જઈ,બાજુ માં એક સ્ટીલ નું ડોલચુ છે.એમ પાંચ -છ મિતબત્તી હશે. ને એક મીણબત્તી સાથે મચીશ અહીં લઇ આવ.એટલે પછી અમે અજવાળે અંદર આવીએ.”

આકાશ:” જો હુકમ મેરે બા” એવું કહી હું અંદર ઘર માં ગયો. હું ઘણી વાર બા ને કામ કાજ માં મદદ કરતો એટલે ઘરે આવા-જવાનું થાય. મતલબ કે,મને ઘર ની ગોઠવણ થોડી ઘણી ખબર. હું જેમ કીધુ હતું એમ મંદિર પાસે ડોલચા માંથી મીણબત્તી લેતો હતો.ને માચીસ શોધતો હતો.

રસીલા બા:” આકાશ બેટા, ત્યાં અંદર બેટરી પણ સાથે જ છે, જો સરખું ને એ પણ લેતો આવજે. સાભળ્યુ બેટા”

મૈં જવાબ આપ્યો કે હા.જોઉં છું.બસ એ જ ગોતું છું.

મને માચીસ, મીણબત્તી મળી ગયી.એટલે બસ હું મિતબત્તી સળગાવતો હતો. મૈં માચીસ ની સળી ને મચીસ પેટી પર ઘસી, ને મીણબત્તી પ્રગટાવી……ને ત્યાં,

મીણબત્તી ના એ પ્રકાશ માં છોકરી, એજ છોકરી જે બહાર બા પાસે હતી,જેને હું બારી માંથી જોતો હતો એ જ મારી સમક્ષ આવી ને ઉભી રહી. હું તો મીણબત્તી ને પકડી ને એની સામે આંખો માંડી ને જોયી રહ્યો.

આ રૂમ માં મીણબત્તી નો જ પ્રકાશ ન હતો,પણ એના ચહેરા માંથી પ્રકાશ રેલાતો હતો. મંદિર ની રૂમ માં કોઈ દેવી સામે આવી ને દર્શન આપે એવી ફીલિંગ હતી. મને એમ જોતા એક મિનિટ માં આ છોકરી બોલી, “હું મેઘા છું,બા એ મોકલી અંદર…હું…અહીં..એટલે, બા એ બેટરી પણ મંગાવી છે એ લેવા આવી હતી.”(એ પણ થોડી અચકાઇ ને બોલી )

મેઘા!!! મેઘા!!અહાહા 😊નામ પૂછવાની જરૂર જ ન પડી. આજે પ્રભુ પ્રસન્ન છેં.

મૈ જવાબ આપ્યો,”hi, હું આકાશ.અહીં બાજુ માં જ રહું છું. તમે બેટરી લઇ લો હાથ માં,હું આગળ ચાલુ છું. તમે આવો મારી પાછળ.”

મેઘા એ માથું હલાવ્યું ને મારી પાછળ આવા લાગી. હું મન માં હરખઘેલો થયી ગયો… મેઘા જાણે પ્રેમ નો વરસાદ લાઇ ને આકાશ માં આવી હોય એમ હું એના સામે બસ આ પળ નો અનુભવ કરતો હતો. મારા નજર સામે એ ઉભી હતી. એની આંખો માં હું ડૂબી ગયો. હું ત્યાં જ,બસ ત્યાં જ સ્તબ્ધ થયી ગયો. ખરેખર એ સામે ઉભી છે કે સપનું છે મારું! એમ લાગ્યું,હું તો બસ આ ક્ષણ ત્યાં જ અટકી જાય એમ વિચારતો હતો.

….પણ બા ની બૂમ પડી, “કેટલી વાર? વચ્ચે કઈ વાવ્યું તો નથી ને???? અરે , બંને ક્યાં અટકી ગયા?”

આકાશ:”બા,વધુ વાર નઈ જોવી પડે. લો આવી ગયા. ”

મેં અને મેઘા, અમે બંને જણ એ ધ્યાન થી રસીલા બા અને સરોજ બા ને અંદર હાથ પકડી ને બેસાડ્યા.

મારા ઘરે landline ની ઘંટડી વાગી, મૈં બા ને કહ્યું ,ક મારો ફોન આવ્યો,એટલે હું આવ્યો થોડી વાર માં.

એટલે મારા ઘરે ફોન ઉપાળવા હું ઘરે ભાગ્યો. મન ન થતું હતું પણ ….બીજો ઓપ્શન નતો. ના જાઉં તો કેવું લાગશે અહીં,એટલે હું રજા લઇ દોડ્યો.

ઘરે જય ને ફોન ઉપાડયો, સામે મારા માસી નો અવાજ હતો.” કેમ છે બેટા આકાશ?”

એટલુ સાંભળ્યા માં જ લાઈટ આવી. (ઓહો, પેહલા તો પ્રભુ પ્રસન્ન હતા ને અવે સુ થયું એમને)

એક બાજુ વાત કરવી પડે એમ હતી ફોન પર માસી જોડે અને બીજી બાજુ અધૂરી વાત આગડ વધારવી હતી. નસીબ જ ખરાબ છે. સાલું, કંઈક સારું થવા નું હોઈ તયારે જ લોચો પડે છે મારી લાઈફ માં.

મારા મન માં મેઘા-આકાશ ના સપના ચાલતા હતા, ઓહોહો.. કેટલું સારું લાગતું હતું… હું અને મેઘા. બંને એકબીજા સામે હતા. મીણબત્તી ની વાટ અને એના અજવાળે અમે એકબીજા ને જોતા હતા. મારા આંખો માં એ છવાઈ ગયી હતી….મારા મોઢા પર smile હતી. પોતે હું ગાંડો થયી ગયો હોઈ એમ કરતો હતો.

….પણ, પણ આ નક્કામી લાઈટ એ બધી આશાઓ પર પાણી ફેરવી નાખ્યું.

એક હાશ હતી એને જોઈ દિલ માં. આજે જે થયું પણ મને પહેલી વાર પ્રેમ ની અનુભૂતિ થયી. હું આ લાગણી ને બરાબર સમજી ન શક્યો.

.. હશે,જે થશે…. બસ ખબર નઇ,હવે પ્રભુ પ્રસન્ન થાય એવી પ્રાથના. બસ બીજી મુલાકાત કયારે થશે એની રાહ જોઉં છું.

પહેલો પ્રેમ -મેઘા

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Leave a comment

Design a site like this with WordPress.com
Get started