હું, તું અને સેવ-ઉસલ

વાત કરૃ અમારી દોસ્તી ની તો સેવ-ઉસલ નું નામ પેહલા લેવું પડે. હું છું જીગર અને મારો પ્રિય મિત્ર નીકુલ. અમે બંને આમ તો વડોદરા ના જ પણ નિકુંલ ના પપ્પા આમદવાદ માં એક કપડાં ની ફેક્ટરી માં નોકરી કરતા હતા એટલે એ સ્કૂલ એડયુકેસન એને ત્યાં પૂરું કર્યુ. હવે એ વડોદરા શહેર માં એનું કૉલેજપુરી કરવા અહીં આવી ને રહે છે.

અમારી દોસ્તી નું કહું તો બઉ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. જગ્યા કહીશ તો તમે હસી નાખશો. એકચુલી અમે સૌથી પહેલા એક લારી પર, સેવ- ઉસલ ખાતા હતા ને ત્યાં મડયા.

આમ તો અમારી બંને ની સરખી ઉંમર. બસ હાઈટ ની ફેર. હું જીગર, બટકો હતો જેનો મને જરા પણ અફસોસ નથી. ને મારો યાર નિક એટલે નિકુંલ થોડો બચ્ચન સાહેબ ની જેમ લંબુ. અમને બધા કૉલેજ માં જય અને વિરુ કેહવાઈએ.

વાત સારું થાય અમારી દોસ્તી ની, કે દોસ્તી ક્યાં ને કેવી રીતે થઈ??

હું, જીગર સવાર ના 8 વાગે ઉઠી સવાર ની બધી ક્રિયા શરૂ થઈ થી માંડી નહાવાની ક્રિયા પતી જાય, એટલે કૉલજ જાવા નીકળવું. અમારે વડોદરા શહેર માં ઓટો રીક્ષા વાળા તરત જ મળી રહે. એટલે પાંચ રૂપિયા માં તમે ઘર થી કૉલજ પોહચી જાઓ. જેમ-તેમ, ફટ ફટ કૉલજ પોહચવાનું….પણ કેંટીન નઈ જવાનું. અમારો ખાસ અડ્ડો હતો. કૉલજ ની સામે મોટી ચોકડી પડે, ને એક મોટું શરકલ હતું, જ્યાં નાસ્તો તમને ગરમ ગરમ મળે…ત્યાં અવાર નવાર સેવ ઉસલ ખાવાનું મારે નક્કી…આમ તો કોઈ ખાસ વ્યક્તિ સાથે હું જતો નહીં. પોતે જ જય ને ખાઈ ને આવું. ચોમાસુ હોય ,ઉનાળો હોય કે શિયાળો…સેવ ઉસલ મારુ ફેવરિટ.

સવાર ના 9 વાગ્યે હું સેવ ઉસલ ની લારી પર પોહચી ગયો. મૈં ચીઝ મસાલા સેવ ઓડર કરી. ભૂખ તો જોરદાર લાગી હતી અને મારો ઓડર આવા ની વાર હતી. તો કરવું સુ? એટલે હું ચારેય બાજુ ફાંફા મારી રહ્યો હતો. (આદત સે મજબૂર.)

મારી અકસેટ સામે ની ખુરશી પર એક સ્ટીલિશ છોકરો બેઠો હતો. ઈસ્ત્રી વાળું શર્ટ, બ્રાન્ડેડ જિન્સ અને મોંઘુ ઘડિયાળ હાથ માં પેર્યું હતું. કોઈ હીરો જેવો આવી ને મારી સામે ની ખુરશી પર બેસયો. આપણે પણ શૉઑફ કરવા માં પાછા ના પડીએ. તરત મૈં મારા ગોગલ કાઢ્યા,વિત્સલ વગાડી ને ફુલ સ્ટાઇલ માં ગોગલ પેરી લીધા.😎 એને મારા તરફ ધ્યાન પણ દોર્યું હતું.

મારા ઓડર પ્રમાણે ચીઝ મસાલા સેવ-ઉસલ આવ્યું, હું તો રોજિંદી આદત પ્રમાણે તૂટી પડ્યો. મારી સામે જે સ્માર્ટ છોકરો હતો એ પણ એના ધૂન માં હતો. અમે બંને જાણ એ નાસ્તો પતાવ્યો, અને બિલ માટે કાઉન્ટર પર ઉભા રહ્યા. બન્યું એમ કે અમે બંને બિલ પેમેન્ટ માટે સાથે જ જગ્યા પર થી ઉભા થયા ને સાથે જ કાઉન્ટર પર આવી ને ઉભા હતા. બંને જણ ફુલ ટાશન માં હતા, લારી વાળા ભાઈ એ કહ્યું, પાંત્રીસ રૂપિયા થયા… મૈં ખિસ્સા માં હાથ નાખ્યો ને પાકીટ કાડ્યુ…પણ લોચો એ પડ્યો કે મારી પાસે પાંચસો રૂપિયા ની નોટ નીકળી… આ જોઈ પેલો નિકુંલ મારી સામે હસ્યો. (જાણે મારી ઠેકડી ઉડાવતો હોઈ એમ મન માં ને મન માં એ હસ્યો).

નિકુંલ: “ભાઈ,અમારા બંને ના ભેગા કાપી લો. આ સાહેબ પાસે છુટ્ટા નથી….લો હું છુટ્ટા પૈસા આપું છું.”

ત્યાં જ મારી બધી હોશિયારી નીકળી ગયી.મોઢું તો સાવ બેસી ગયું હતું. ફાંફા મારવા વાળો એકદમ નીચું જોવા લાવ્યો.

મન માં તો બઉ ખરાબ લાગતું હતું કે સાલું કેવું ઇન્સલ્ટ થયું મારુ😒

જીગર: “સોરી યાર,મારા લીધે…તને તકલીફ પડી.”

નિકુંલ:” ના દોસ્ત, જો આને કઈ તકલીફ ન કેવાય. તું મારી સામે બેસી ને મને જ રીતે જોતો હતો, તયારે જ સમજી ગયો હતો કે આમાં કાઈ દમ છે. તું મને મારા જેવો જ લાગ્યો. કોઈ પોતાનું હોઈ ને એમ લાગ્યું”.

એકબીજા ને તાલી આપી અને અમે હસ્યા.

નિકુંલ: “હું પણ આવું એક સમય કરતો હતો….ચાલ ભાઈબંદ, કૉલેજ માં જઈએ.લેકચર નો સમય થયો છે.”

જીગર:”હા,યાર, ચલ બાકી ની વાતો રસ્તા માં કરીયે.ને હા, કાલે સવારે સેવ-ઉસલ માટે ફરી અહીંયા જ મળીયે.”

(આમ તો કોઈ અજાણ્યા વ્યક્તિ ને કોઈ આ રીતે મિત્ર ના બનાવે પણ કુદરત ને એજ મંજુર હતું.)

એ દિવસે નીકુલ નો સરળ સ્વભાવ મારા મન ને જીતી લીધું. પછી તો અમે રોજ ત્યાં મળતા. સેવ -ઉસલ ખાતા ને દુનિયા ભર ની વાતો કરતા. નાના-મોટા બધા જિંદગી ના પડાવ માંથી બહાર આવ્યા. એકબીજા ને suport કરતા . બધા પ્રકાર ના વિચારો ની મગજ મારી કરવી, લડવું-જગડવું ને મનાવું બધું, આજ લારી વાડા અડ્ડા પર થતું.

એકબીજા માટે જાન બની ગયી હતી અમારી દોસ્તી. એકબીજા ના મૂડ ને સમજવુ અને લેટ ગો કરવું એ બધું પણ આ સેવ ઉસલ ખાતા ખાતા અમે શીખી ગયા. ઘણી બધી યાદો જોડાયેલી છે મારી ને નીકુલ ની આ સેવ ઉસલ સાથે.

આ વાત ને આજે બાર વર્ષ થયા. કૉલેજ પુરી થયી ને નિકુંલ કેનેડા જતો રહ્યો હતો. જોકે રેગ્યુલર અમારે વીડીઓ કોલ અને ફૉને પર વાત થઈ જ જાય, પણ આજે બાર વર્ષ પછી અમે બંને પાછા અમારી ફેવરિટ જગ્યા એ મળવાના. જુના દિવસો,જૂની વાતો પાછી યાદ આવે છે.

…એનો મેસેજ આવ્યો કે હું વડોદરા આવું છું. ગજબ ની વાત એ છે કે અમે એકબીજા ને ક્યાં મળીશું એ જગ્યા નું નામ કહેવાની જરૂર જ ન લાગી. જગ્યા તો અમને બંને ને ખબર જ છે.

આપણી યારી-દોસ્તી અને આપણું સેવઉસલ.

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

2 thoughts on “હું, તું અને સેવ-ઉસલ

Leave a comment

Design a site like this with WordPress.com
Get started