નાનકડી આંખો માં સપના હજાર છે, એને પુરા કરવા મારે દરિયા ની પેલી પાર જઉં છે.
કોશિશ તો કરી ઘણી ઊડવાની અહીં, કાતર લઇ બેઠા હજાર છે, છતાંય મારે દરિયા ની પેલે પાર જઉ છે.
મોહ માયા છોડી મારે આકાશે આભલા પૂરવા છે,બસ મારે દરિયા ની પેલે પાર જઉ છે.
હવે શ્વાસ મારો ઘણો રૂંધાઇ છે ,છતાય પડવાની બીક છોડી મારે બસ દરિયા ની પેલી પાર જઉ છે.
અજાણ્યું કોઈ મારુ ત્યાં રાહ જુએ છે, મારે બસ દરિયા ની પેલી પાર જઉ છે.
નાનકડી આંખો માં સપના હજાર છે, એને બસ પુરા કરવા મારે દરિયા ની પેલી પાર જઉં છે.
-પ્રાચી ભટ્ટ

બહુ જ સરસ રચના છે. દરિયા ની પેલે પાર જવું છે. બસ આવી સરસ મજાની રચનાઓ નો અમને લાભ મળતો રહે…
LikeLiked by 1 person