સુરજ ક્યાંક ખોવાયો છે.

બાળપણ માં મને યાદ છે સવારે 6 વાગે એટલે મમ્મી બૂમ પાડી ને ઉઠાડે કે ઉઠી જા,જો સુરજ માથે આવી ગયો. તયારે એવું થાય કે કેમ આ સુરજ રોજ ઉગે છે ને સવાર પડે છે? પેહલા તો શેરી અને ગલીઓ માં ઘર.બાજુ-બાજુ માં દીવાલો અડકે એમ બધા ના ઘર. પડીસીઓ ને બાજુ ના ઘર માંથી થોડી-ઘણી વાતચીત નો અવાજ આવે એવી રચના હતી. ને ખુલ્લા હવા ઉજાસ આવી શકે એવી મોટી બારી વાળા ઘર હતા એટલે તડકો સીધો ઘર માં આવતો અને એનો અહેસાસ પણ થતો. આ સમય એક અનેરી ઉર્જા રહેતી ઘર માં.

વાત મારે એ કરવી છે કે, હવે સમય એવો આવી ગયો કે ઉંચા ઉંચા બિલ્ડીંગ માં લોક વસવાટ કરે છે. સવાર તો હવે મોબાઈલ ના એલાર્મ ક્લોક થીજ થાય છે. દુધવાળો આવે ને પેપર વાળો આવે.બસ આ જ સવાર પડી છે એની અનુભૂતિ થાય.આજે સવારે કામ માં વ્યસ્ત હતી પણ સમય મળતા જ બાલકની માંથી બહાર જોયું. સાત ને વીસ થયી હતી. ઘણા બધા લાંબા સમય પછી સુરજ ને ઉગતા જોયો.

સાચી વાત એ છે કે સૂરજ રોજ ઉગે છે પણ એને જોવાનો સમય નાથી મારી પાસે. મને થયું આજ ની આ સુંદર પળ ને હાથ માંથી જવા નથી દેવી.તરત હાથ માં મોબાઈલ લીધો ને સુંદર ફોટો લાઇ લીધો.

-પ્રાચી ભટ્ટ

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

Design a site like this with WordPress.com
Get started