હું એક સ્ત્રી છું.

ઘર હોઈ કે ઓફિસે, એડજસ્ટ તો મારે જ ભાગ માં હોઈ છે, કારણકે હું એક સ્ત્રી છું.

નાના, મોટા,વડીલો,ભાઈ,બેહન ને બીજા કોઈ વર્ગ માં હું મોટા ભાગે સામીલ નથી, કારણકે તું તો એક સ્ત્રી છું.

તારે આમ ના બોલાય,તારે એમ ન બેસાય, અરે તારે એમ ક્યાંય ના જવાય,ને મોટા ભાગે તારે બસ રસોડા માં જ રેવાય, કારણકે તું બસ એક સ્ત્રી છું.

દીકરી છું એટલે નાનપણ થી જ રસોઈ કામ અને ઘર કામ કરવાનું,પછી ભલે ને કૉલેજ ના જાય તો ચાલશે,કારણકે એક સ્ત્રી છે તું.

વહુ છો તો વહુ ની મર્યાદા માં રહો, સામે ઉંચી નજરે જોવું નહીં અને સામે કદી કોઈ જવાબ આપવો નહીં, કારણકે તું તો એક સ્ત્રી છું.

બધું ચૂપ ચાપ સહન કરવું,રડી ને કદી કમજોર છું એમ બતાવી સહાનુભૂતિ ના લેવી તારે, કારણકે તું તો સ્ત્રી છું.

સ્ત્રીઓ જ દુશ્મન બની કહે કે આ બધા તો આજકાલ ની છોકરીઓ ના નાટક છે, ચેન્જ તો થવું જ પડે લગ્ન પછી તારે,સહનશક્તિ રાખ, કારણકે સ્ત્રી છુ તું.

સમાજ સામે બળવો ના પોકારી શકે તું, કરડી ખાશે લોકો તને,દબાવી રાખ તારા સપના, કારણકે તું તો એક સ્ત્રી છું.

હવે જન્મ ને મરણ વચ્ચે ખાલી શ્વાસ ચાલે છે, તારા મન માં કોઈ ઉમંગ કે ઉત્સાહ ના આવા જોઈએ,પાંખો ના ફૂટવી જોઈએ,કારણકે તું પાંજરા માં પુરાઈલી એક સ્ત્રી જ છું.

ખુલી ને હસી ના શકાય,ખુલી ને રડી ના શકાય એવા ડૂમાં નો ભાર ઝીલવો પડશે તારે,કારણકે એક સ્ત્રી છે તું.

ખરેખર દયા આવે છે આવા માનસિક રોગી સમાજ પર જે ખાલી સમજે છે કે બસ એક સ્ત્રી જ છું હું.

કહી દો આ સમાજ ને કે સમસ્ત વિશ્વ ની તાકાત છું હું.

ઘર,પરિવાર અને પૃથ્વી ને ચલાવતી મૂળભૂત શક્તિ છું હું.

શાંત અને વિકરાળ રૂપ બંને માં હું પારંગત છું, કારણકે હું એક સ્ત્રી છું.

Design a site like this with WordPress.com
Get started